ગુજરાત

gujarat

કરજણમાં 2 સંતાનોની માતા સાથે બર્બરતા પૂર્વક સામુહિક દુષ્કર્મ કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

By

Published : Aug 18, 2021, 5:42 PM IST

રાજ્યમાં અનેક ગુનાખોરીની ઘટનો સામે આવી રહી છે, ત્યારે વડોદરાના કરજણમાં ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલા સાથે 5 શખ્સોએ એકલતાનો લાભ લઈને બર્બરતા પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, આ બાદ પોતાનું નામ ન આવે એ હેતુથી આરોપીઓએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી નાસી છૂટ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા.

કરજણમાં 2 સંતાનોની માતા સાથે બર્બરતા પૂર્વક સામુહિક દુષ્કર્મ કરી હત્યા
કરજણમાં 2 સંતાનોની માતા સાથે બર્બરતા પૂર્વક સામુહિક દુષ્કર્મ કરી હત્યા

  • વડોદરા કરજણના એક ગામની મહિલા પર 6 શખ્સોએ સામુહિક દુષ્કર્મ
  • ધાસચારો લેવા ગયેલી મહિલાની એકલતાનો લાભ લઈ આચર્યુ દુષ્કર્મ
  • રેલ્વે ટ્રેકનુ કામ કરતા યુપી અને ઝારખંડના મજુરોએ બર્બરતા પૂર્વક અંજામ આપ્યો
  • દુષ્કર્મ બાદ નરાધમોએ દુપટ્ટા વડે ટુંપો આપી મહિલાની કરી હત્યા

વડોદરા :જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરજણ તાલુકાના ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નારાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરી નિર્દયતાથી ગળે ટુંપો આપી મોત નિપજાવવાની ઘટના સામે આવી છે. મહિલા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર 6 આરોપીઓને પોલીસે દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:SRP જવાને પોતાનો ધર્મ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ

2 સંતાનોની માતા સાથે દુષ્કર્મ

પાદરા તાલુકાના એક ગામની પરિણીતાને પતિ સાથે અણબનાવ હોવાથી 17 વર્ષથી પોતે 2 સંતાનો સાથે રહેતી હતી. પોતે ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન, ગત 16 ઓગસ્ટની સાંજે તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી, તે સમયે 6 જેટલા હવસખોરોએ મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.

ખેતરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

આ ઘટના બાદ મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, મહિલા પાસેના મોબાઇલ ફોન કરવામાં આવતા શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રીંગ સંભળાતા પરિવાર સ્થળ પર પહોંચ્યું હતું, જ્યાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો, આ સાથે મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. આ બાદ, કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા થઈ હોવાની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો:કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

આ રીતે પોલીસે આરોપીઓને ઝડપ્યા

પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં આ મામલે મહિલાની હત્યા અને દુષ્કર્મ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ડભોઇ ડિવિઝનના DySP કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી, આ દરમિયાન પોલીસ ડોગ જાવા ઘટના સ્થળેથી 500 થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ ઉપર શંકા આવતા ભસવા લાગ્યો હતો. આથી, પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદૂર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, મહિલા સાથે અન્ય 5 સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત પણ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપી લાલ બહાદૂર એવી પણ કબુલાત કરી હતી કે, હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. તે સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતા તેનો પીછો કર્યો હતો અને તે બાદ મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details