ગુજરાત

gujarat

વડોદરામાં 18થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવા નવા સેન્ટર શરૂ કરાયા

By

Published : May 24, 2021, 3:55 PM IST

વડોદરામાં પણ કોરોનાનો સામનો કરવા માટે કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહીં 18થી 44 વર્ષની વયના લોકો માટે નવા સેન્ટર શરૂ કરી વધુને વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

વડોદરામાં 18થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવા નવા સેન્ટર શરૂ કરાયા
વડોદરામાં 18થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવા નવા સેન્ટર શરૂ કરાયા

  • વડોદરામાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં
  • 18થી 44 વર્ષની વયના લોકો માટે નવા સેન્ટર શરૂ કરાશે
  • વેક્સિનેશનના સેન્ટર 50થી વધારી 80 સેન્ટર કરાયા

વડોદરાઃ શહેરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વેક્સિનેશન એક રામ બાણ ઉપાય છે. આથી 18થી 44 વયના શહેરના નાગરિકોને વેક્સિન આપવાની શરૂ થઈ ગઈ છે. તંત્ર દ્વારા 50 સેન્ટર વધારીને 80 સેન્ટર કરી દેવામાં આવ્યા છે અને રોજના 250 જેટલા લોકોને વેક્સિન મુકવામાં આવશે, જેથી વેક્સિનેશનમાં વધુ નાગરિકો ભાગ લઈ શકશે.

18થી 44 વર્ષની વયના લોકો માટે નવા સેન્ટર શરૂ કરાશે
આ પણ વાંચો- ગાંધીનગરમાં કોરોના વેક્સિનના 15 સેન્ટર 5 દિવસ પછી ફરી શરૂ, રોજ 100 લોકોને અપાય છે વેક્સિન
વેક્સિનેશન માટેના સેન્ટર 50થી વધારી 80 કરાયા



આજથી 18 થી 44 વયના નાગરિકો ને રસી મુકવાનું શરૂ

કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના કેસમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયાની વાત કરીએ તો કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આજથી 18થી 44 વયના નાગરિકોમાં વેક્સિન મુકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય મોડી રાત્રે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઈન નવા સેન્ટરો પણ ઉંમેરવામાં આવ્યા છે.

વડોદરામાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો-અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

વડોદરામાં હવે 150થી વધારીને 250 લોકોને રોજ વેક્સિન અપાશે

આ અગાઉ વડોદરામાં વેક્સિનેશન માટે 50 સેન્ટર હતા. તેને વધારીને 80 સેન્ટર કરવામાં આવ્યા છે. હવે 80 સેન્ટર પર કોરોનાની વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષની વયના લોકોને અલગ અલગ સેન્ટર પર વેક્સિન અપાશે. આ અગાઉ 150 વેક્સિન મૂકવામાં આવતી હતી. તેને વધારીને હવે દરરોજ 250 લોકોને રોજના રસી મૂકવામાં આવશે. વેક્સિનેશન કરાવવાનો સમય પણ એક કલાક વધારી દેવામાં આવ્યો છે, જેથી 10થી 2 સુધી નાગરિકો વેક્સિન મુકાવી શકશે અને 45 વર્ષની વયના લોકોને દરરોજ 100 ડોઝ આપવામાં આવતા હતા, જે હવે વધારીને 130 કરાયા છે. અત્યારે કુલ 20 સેન્ટર પર વેક્સિન મુકવામાં આવી રહી છે. એટલે હવે રોજના 2600 લોકોને વેક્સિન મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. વેક્સિનનો 44,000નો જથ્થો છે, જેથી ખૂટે તેવી શક્યતા પણ દેખાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details