ગુજરાત

gujarat

લમ્પી વાયરસથી છુટકારો મેળવવા અપનાવો આયુર્વેદિક ઉપચાર

By

Published : Aug 22, 2022, 6:40 PM IST

આયુર્વેદિક ઉપચાર
આયુર્વેદિક ઉપચાર

સમગ્ર દેશમાં હાલમાં પશુંઓમાં લમ્પી વાયરસની બિમારી જોવા મળી રહી છે. જેને લઇને અસંખ્ય પશુંઓના મોત પણ નિપજ્યા છે. જે વાયરસને નિવારવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો, રોગના નિવારણ માટે આયુર્વેદિકનો ઉપચાર અપનાવવામાં આવી રહ્યો છે, તેમજ રસીઓ પણ આપવામાં આવી રહી છે. Ayurvedic treatment of Lumpy, Lumpy virus vaccination, lumpy skin disease fatal, LUMPY SKIN DISEASE TREATMENT, LUMPY SKIN DISEASE VIRUS

વડોદરા રાજ્યમાં લમ્પી વાઈરસનો કેર જોવા મળી રહ્યો છે (Lumpy virus in Gujarat). વડોદરા જિલ્લામાં લમ્પી વાયરસના વધુ કેસ જોવા મળ્યા નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લિધો છે. જિલ્લામાં 600 જેટલા પશુઓને વેક્સિન આપવામાં આવી છે (LUMPY SKIN DISEASE VACCINE). પશુપાલન વિભાગમાં 10,000 જેટલા ડોઝ ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં પશુપાલકોને પુરતા પ્રમાણમાં ડોઝ મળી રહે તે પ્રાકરની સુવિધાઓ કરવામાં આવી છે (LUMPY SKIN DISEASE TREATMENT).

આયુર્વેદિક ઉપચાર

આ પણ વાંચોલમ્પી વાયરસના પગલે 14 જિલ્લાઓ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર

વડોદરામાં એક પણ કેસ નથી જિલ્લા નિયામકે જણાવ્યું કે, હાલમાં જે પશુઓમાં સામાન્ય લક્ષણો જણાઇ રહ્યા છે. તેવા પશુઓને અન્ય પશુઓથી અલગ રાખીને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે. જિલ્લામાં લમ્પી વાયરસથી સંકળાયેલ હાલ એક પણ પશુ જોવા મળ્યું નથી. જિલ્લામાં વેકસીનેશનનું કાર્ય થઇ રહ્યું છે. આવનારા સમયને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ કરી લેવામાં આવી છે.

આ રીતે દૂર કરી શકાસેપશુપાલન નાયબ નિયામકે જણાવ્યું કે, હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધું લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. તેને રોકવા માટેની તમામ પ્રાકરની સુવિધાઓ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં આ વાયરસ ખુબજ ફેલાઇ શકે છે. જેથી પશુઓના રહેઠાણ વિસ્તારમાં સ્વચ્છતા રાખવી જોરુરી છે. પશુપાલકોએ લીમડાના પાનનો ઉપયોગ કરી ધુમાડો કરવો જોઈએ. જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે શકી. પશુ પાસે આવતા અટકાવશે અને પશુને લમ્પી જેવા વાયરસથી બચાવી શકશે.

ABOUT THE AUTHOR

...view details