ગુજરાત

gujarat

1970થી રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

By

Published : Aug 11, 2022, 1:49 PM IST

Updated : Aug 11, 2022, 7:26 PM IST

1970થી વડોદરામાં રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની
1970થી વડોદરામાં રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

1970થી વડોદરામાં કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 2022માં પહેલા મહિલા (Nari Shakti) સુકાની બન્યા છે. આ વર્ષે ગુજરાત 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) યોજી રહ્યું છે. જેમાં રમતવીરોનું ઘડતર આ મહિલા સ્વિમિંગ કોચે (Swimming Coach in Gujarat) ઉઠાવવાનું છે.

વડોદરા : રમત ગમતને વેગ આપવા ગુજરાત સરકારે 1970માં વડોદરામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી હતી. જેના 52 વર્ષમાં 16 સિનિયર કોચે આ કેન્દ્રનું નેતૃત્વ કર્યું છે. જે તમામ પુરુષો હતાં વર્ષો સુધી રમતને મેલ ડોમીનેટેડ ફિલ્ડ ગણવામાં (swimming sport information) આવ્યું અને ખાસ કરીને કોચ પુરુષ હોય એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. જોકે આજે આ કેન્દ્રમાં વિવિધ રમતોના જે 16 ક્વોલિફાઈડ કોચિસ્ પ્રશિક્ષણ આપી રહ્યાં છે તેમાં 7 મહિલાઓ છે.

ક્રિષ્ણા પંડ્યા 1970 થી વડોદરામાં કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 2022માં પહેલા મહિલા સુકાની બન્યા:

પ્રથમ મહિલા સુકાની2022માં વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને પહેલીવાર મહિલા સુકાની ક્રિષ્ણા પંડ્યા (Nari Shakti) મળ્યા છે. જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે રમત તાલીમની અને સ્પર્ધાઓના આયોજનની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. આ વર્ષે ગુજરાત 36મી નેશનલ ગેમ્સ (Open Water Swimming)યોજી રહ્યું છે. જેની બે રમતો હેન્ડબોલ અને જીન્માસ્ટિક વડોદરામાં રમાવાની છે. તેના આયોજનનો એક મોટો પડકાર આ મહિલા સ્વિમિંગ કોચે ઉઠાવવાનો છે અને તેઓ તેના માટે આત્મબળથી સુસજ્જ છે. (Indian Independence Day)

1970થી વડોદરામાં રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

ગુરૂ પિતા જ હતાવડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 17માં સુકાનીની જવાબદારીથી હું પ્રોત્સાહિત છું અને રમતના વિકાસ અને ખેલાડીઓના ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું એવો જોશ વ્યક્ત કર્યો હતો". ક્વોલિફાઇડ કોચના પહેલા ગુરુ એમના પિતા સુભાષ પંડ્યા હતા. જેમણે એમને તરતા શીખવ્યું અને સ્વિમર તરીકે એમનું ઘડતર કર્યું. એક તરણ વીરાંગના તરીકે કૃષ્ણાએ 12 રાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો, 4 ટ્રાયથલોન અને 8 ઓપન વોટર સ્વિમિંગ એટલે કે દરિયા કે નદી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો જે તમામ માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી.

આ પણ વાંચો :માતા પિતાની લાપરવાહીથી બાળક ડૂબ્યું સ્વિમિંગ પૂલમાં, ઘટનાના CCTV સામે આવ્યા

પદવી મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા તરણના નીવડેલા ખેલાડી તરીકે એમને NIS પટિયાલાના ડિપ્લોમા ઈન સ્પોર્ટ્સ કોચિંગમાં પ્રવેશ મળ્યો. તે પછી એ જ સંસ્થામાં તેમણે માસ્ટર ઇન સ્પોર્ટ્સ સાયન્સની (Swimming competitions in Gujarat) અનુસ્નાતક પદવી મેળવી. આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા છે. જે છેલ્લા 6 વર્ષથી તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઇડ ડિસ્ટ્રિક સ્વિમિંગ કોચ તરીકે તરણવીરનું ઘડતર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વડોદરાની જ સિદ્ધિ (Gujarat 36th National Games) કદમ ટ્રાયથલોનની ઇન્ટરનેશનલ પ્લેયર બની છે.

1970થી વડોદરામાં રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

આ પણ વાંચો :હાથ ન હોવા છતા આ રીતે નેશનલ કક્ષાએ મેળવ્યા મેડલ્સ, લોકો થયા આશ્ચર્યચકિત

અભૂતપૂર્વ ખેલ પ્રોત્સાહકઆ ઉપરાંત કૃષ્ણાએ તેમના કોચિંગ હેઠળ 17 રાષ્ટ્રીય પદક મેળવનારા અને 85 રાજ્ય પદક મેળવનારા તરણ ખેલાડીઓનું ઘડતર (swimming sport) કર્યું છે. જે તેમની ખેલ ક્ષેત્રમાં નેતૃત્વની ઉજળી ક્ષમતા પુરવાર કરે છે. તેઓ કહે છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધ ખેલ પ્રોત્સાહક યોજનાઓ ગુજરાતમાં શ્રેષ્ઠ ખેલાડીઓના ઘડતરમાં નિર્ણાયક યોગદાન આપી રહી છે. તેની સાથે SAG રમતોની તાલીમ અને પ્રબંધનની (Sports Authority of Gujarat) જવાબદારી વિવિધ રમતોના પૂર્વ ખેલાડી અને ક્વોલિફાઈડ કોચિસને સોંપી રહી છે. જેના લીધે ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે અને અભૂતપૂર્વ ખેલ પ્રોત્સાહક પર્યાવરણ રાજ્યમાં રચાયું છે. ગુજરાત નેશનલ ગેમ્સમાં ખૂબ (Nari Shakti 2022) પ્રગતિ કરી રહ્યું છે જ્યાં 27 અને 29માં ક્રમે આવતા હતા આજે 9 અને 7 માં ક્રમે ગુજરાત આવી રહ્યું છે તે ગર્વની વાત છે.

Last Updated :Aug 11, 2022, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details