ગુજરાત

gujarat

મહાપુરૂષોએ દેશ માટે બલિદાન આપી દીધું પણ તંત્રને તેમની પ્રતિમા જાળવવામાં પણ આવે છે જોર

By

Published : Aug 31, 2022, 3:42 PM IST

વડોદરામાં મહાપુરૂષોની પ્રતિમાને જાળવવામાં મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સર સયાજીરાવજી સહિતના મહાનુભાવોની પ્રતિમાઓના કલર ઊખડી ગયા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી. Failure of vadodara municipal corporation, A statues of great leaders.

મહાપુરૂષોએ દેશ માટે બલિદાન આપી દીધું પણ તંત્રને તેમની પ્રતિમા જાળવવામાં પણ આવે છે જોર
મહાપુરૂષોએ દેશ માટે બલિદાન આપી દીધું પણ તંત્રને તેમની પ્રતિમા જાળવવામાં પણ આવે છે જોર

વડોદરાભારત દેશના નિર્માણમાં અનેક મહાપુરૂષોએ પોતાનું બલિદાન આપી દીધું છે. જોકે, હવે આ જ મહાપુરૂષોની પ્રતિમાની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન જોવા (A statues of great leaders) મળી રહ્યું છે. આવો જ એક નજારો જોવા મળ્યો છે વડોદરામાં.

મહાપુરૂષોની પ્રતિમા જાળવવામાં તંત્ર નિષ્ફળ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સર સયાજીરાવજી અને પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાઓનો (fateh singh rao gaekwad) કલર ઊડી ગયો છે. તેમ છતાં તેમની પ્રતિમાનું કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવતું. તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેર વસાવનારા એવા રાજવી પરિવારની પ્રતિમાઓની આવી દયનીય સ્થિતિ એ કેટલી યોગ્ય છે. તંત્ર આ બાબતે કોઈ કાળજી લે તે પ્રકારના પ્રયાસો હજી સુધી થયા નથી.

અયોગ્ય જાળવણીના કારણે પ્રતિમાઓના કલર ઊડી ગયા

અયોગ્ય જાળવણીના કારણે પ્રતિમાઓના કલર ઊડી ગયામહાનગરપાલિકાની ઘોર બેદરકારીનાના (Failure of vadodara municipal corporation) કારણે મહાનુભાવોની પ્રતિમા હાલ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આ પ્રતિમાઓના કલરો ઉખડી જવા છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. શહેરને વસાવ્યું અને શહેરનું નામ ઉચ્ચસ્તરે લાવનારા મહાનુભાવોની જ પ્રતિમાની અયોગ્ય જાળવણી તે ભ્રષ્ટ તંત્રની પોલ ખોલે છે. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડની (sayajirao gaekwad vadodara) કાલાઘોડા સર્કલ પાસેની પ્રતિમાને કલર ઉખડી જતા તેમની પ્રતિમા દયનીય હાલતમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચોLatthakand Congress Protest : ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ કરી રહી છે ધરણા પ્રદર્શનની તૈયારી

1 કે 2 વર્ષમાં જ ઊડી જાય છે રંગ આ ઉપરાંત પંચમુખી હનુમાનજીના મંદિર સામે આવેલી પ્રિન્સ ફતેહસિંહ રાવની (fateh singh rao gaekwad) પ્રતિમા પરથી પણ કલર ઊડી ગયો છે. આવી જ હાલત જ્યૂબલી બાગ રોડ પર આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની (statue of mahatma gandhi in gujarat) જોવા મળી રહી છે. આ સાથે જ પ્રતિમાઓની જાળવણી માટેની ઉદાસીનતા ચોક્કસ જોવા મળી રહી છે. અહીં તો માત્ર 1 કે 2 વર્ષમાં જ મહાનુભાવોની પ્રતિમાઓ પરથી કલર ઊતરી જાય છે. આ માટે જવાબદાર કોણ પાલિકા તંત્ર આ માટે જે પૈસા ખર્ચે છે. તે શું પાણીમાં જાય છે. તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચોવિપક્ષનો આક્ષેપઃ શહેરમાં કરોડોના ખર્ચે બોર બનાવ્યાં છતાં 24 કલાક પાણી આપવામાં કોર્પોરેશન નિષ્ફળ !

સ્થાયી અધ્યક્ષે શું કહ્યું, જાણોઆ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિરલ વિભૂતિઓની પ્રતિમાઓની જાળવણી માટે વડોદરા મહાનગર પાલિકા કટિબદ્ધ છે. તેમ જ આગામી સમયમાં યોગ્ય જાળવણી માટેના પગલાં ભરવામાં આવશે. બીજી તરફ પાલિકાનાના વિરોધ પક્ષના નેતા અમી રાવતે મહાનુભાવોની પ્રતિમાઓની જાળવણીમાં નિષ્ફળ (A statues of great leaders) ગયું હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details