ગુજરાત

gujarat

વડોદરા કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યાને લઇ ભારે વિરોધ દર્શાવ્યો, ચૂંટણી બહિષ્કારની ચીમકી

By

Published : Sep 19, 2022, 9:49 PM IST

વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ( Smart City Project ) હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચાય છે.છતાં ચારે તરફ રોડ તથા પાણી ડ્રેનેજ જેવી સિવિક સમસ્યાઓ અંગે વ્યાપક ફરિયાદો સામે આવે છે. ત્યારે કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યાને લઇ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.Election boycott threatened in Vadodara over civic problems

વડોદરા કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યાને લઇ ભારે વિરોધ દર્શાવ્યો, ચૂંટણી બહિષ્કારની ચીમકી
વડોદરા કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યાને લઇ ભારે વિરોધ દર્શાવ્યો, ચૂંટણી બહિષ્કારની ચીમકી

વડોદરા વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ( Smart City Project )હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચાયા છે. પરંતુ આજે પણ શહેરમાં ચારે તરફ રોડ તથા પાણી ડ્રેનેજ જેવી સિવિક સમસ્યાઓ ( civic problems )અંગે ફરિયાદો ઉઠી રહી છે.

ચૂંટણી બહિષ્કારની ચીમકીપરિણામે સ્માર્ટ સિટીના બિરુદ સામે સવાલો ઊભા થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે સોમા તળાવ બ્રિજ પાસે આવેલ કૃષ્ણનગરના રહીશોએ એકત્ર થઈ હાથમાં પ્લે કાર્ડ સાથે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નારાજગી દર્શાવી હતી અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ( Election boycott threatened in Vadodara over civic problems ) ઉચ્ચારી હતી.

અવારનવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા હવે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે

વડોદરા કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યા વડોદરાના કૃષ્ણનગરના નાગરિકોની સમસ્યા વિશે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 1800 થી વધુ મકાનો છે, તેમ છતાં વર્ષોથી વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે. ખાસ કરીને વરસાદી કાંસ ખુલ્લી હોવાના કારણે ગંદકી સાથે દુર્ઘટના પણ ઘટે છે. પીવાનું પાણી તથા ડ્રેનેજની પણ સમસ્યા ( Road and water drainage complaints ) છે. રોડ રસ્તા ખખડધજ બન્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા હવે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details