વડોદરામાં માટલાં ફોડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

author img

By

Published : Feb 7, 2021, 3:04 PM IST

વડોદરામાં માટલાં ફોડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો વિરોધ

વડોદરાના વાઘોડિયા રોડ પાસે આવેલી ખાનગી સોસાયટીના લોકો દ્વારા પાણીની સમસ્યાના મુદ્દે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરતા પોસ્ટર મૂક્યા હતા અને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • વાઘોડિયા રોડ પરની સોસાયટીના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • માટલાં ફોડી દર્શાવી નારાજગી
  • ચૂંટણી સમયે પ્રાથમિક સુવિધાઓના અભાવ
  • કમરતોડ વેરો ભરવા છતાં ચોખ્ખું પીવાનું પાણી આપવા તંત્ર નિષ્ફળ
    ETV BHARAT
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ બાયપાસ હાઇવે પાસે કેટલીક સોસાયટી આવેલી છે. જ્યાં ગત 2 વર્ષથી પીવાના પાણીની મુખ્ય સમસ્યાઓ છે. અહીં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.

ETV BHARAT
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવ્યા

આ સોસાયટીમાં દરરોજના પાણીના ટેન્કરો તથા પીવાના પાણી માટે જગ અને ટેન્કર મંગાવવા પડતાં હોય છે. આ સોસાયટી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ છે. હજૂ ઉનાળો આવવાનો બાકી છે, ત્યારે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. જેથી આજે રવિવારે સોસાયટીના લોકો દ્વારા"પાણી નહીં તો વોટ નહીં" સૂત્રો સાથેના પ્લેકાર્ડસ સાથે પાલીકાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. આ સાથે જ લોકોએ પાણીના પાટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.