ગુજરાત

gujarat

Delta Plus Variant in Gujarat - વડોદરામાં 38 વર્ષીય પરપ્રાંતીય મહિલા થયા હતા સંક્રમિત

By

Published : Jun 25, 2021, 10:52 PM IST

આજે શુક્રવારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ના બે કેસ નોંધાયા હોવાની જાણકારી આપી હતી. જેમાં મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલા જરોદ ગામે રહેતી 38 વર્ષીય મહિલા સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે. જોકે, સારવાર મેળવ્યા બાદ તેઓ સાજા થઈ ગયા છે.

Delta Plus Variant in Vadodara
Delta Plus Variant in Vadodara

  • ગુજરાતમાં નોંધાયા Delta Plus Variant ના 2 પોઝિટિવ કેસ
  • વડોદરામાં નોંધાયેલ કેસ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની
  • સારવાર મેળવીને મહિલા સંપૂર્ણરીતે સ્વસ્થ થઈ ગયા

વડોદરા : મૂળ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અને હાલમાં વાઘોડિયા તાલુકાના જરોદ ગામે રહેતા 38 વર્ષીય મહિલા કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) થી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા ગત એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્ર પણ ગયા હતા. જ્યાંથી તેઓ સંક્રમિત થયા હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલમાં આ મહિલા સારવાર મેળવીને સ્વસ્થ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં કરાવેલા ટેસ્ટનો રિપોર્ટ ન આવતા પરિવાર પરત વડોદરા આવ્યું હતું

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુરેન્દ્ર જૈનના જણાવ્યા પ્રમાણે, આ મહિલા મૂળ મહારાષ્ટ્રના જલગાંવની રહેવાસી છે, ગત એપ્રિલ મહિનામાં તેઓ પરિવાર સાથે પોતાના વતન ગયા હતા. જ્યાં મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તેમના સમગ્ર પરિવારના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, એક સપ્તાહ સુધી તેમના રિપોર્ટ ન આવતા પતિની નોકરી જરોદ ખાતે હોવાથી તેઓ પાછા ફર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details