ગુજરાત

gujarat

C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો

By

Published : Oct 25, 2021, 6:22 PM IST

C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો
C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો

વડોદરા શહેરમાં રખડતી ગાયોને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે (C. R. Patil ) મેયરને ટકોર કરી છે. તેમણે આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ન દેખાવી જોઈએ તેવી કડક સૂચના આપવા સાથે મંદિરમાં ભિક્ષુકો ન દેખાવા જોઈએ તેવી પણ ટકોર કરી છે.વડોદરા આવેલા સી.આર. પાટીલે એક જાહેર કાર્યક્રમમાં આ અંગે મેયરને (Vadodara Mayor Keyur Rokadia) ટકોર કરી છે.

  • વડોદરા મેયરને ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની ટકોર આવું ઢીલું કામ નહીં
  • કેયૂરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે,મીટિંગો બંધ કરો અને કામ કરો : C R Patil
  • C R Patil મિટિંગ બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો : મેયર કેયૂર રોકડિયા

વડોદરાઃ સી.આર.પાટીલે (C. R. Patil )વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન ત્યાં ઉપસ્થિત મેયર કેયૂર રોકડિયાને (Vadodara Mayor Keyur Rokadia) જાહેર મંચથી ટકોર કરતાં કહ્યું કે મીટિંગો બંધ કરો અન કામ કરો. પાટીલે કહ્યું કે કેયૂર રોકડિયા યુવાન હતાં તેથી મેયર બનાવ્યાં. ત્યારે એમ લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. પરંતુ હવે કેયૂર રોકડિયા મીટિંગો બંધ કરો અને નિર્ણય કરો.

મેયર કેયૂર રોકડિયાએ આપી પ્રતિક્રિયા

બીજી તરફ મેયર કેયુૂર રોકડિયાને (Vadodara Mayor Keyur Rokadia) સી.આર. પાટીલે (C. R. Patil )કરેલી ટકોર અંગે પૂછવામાં આવતાં તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આખા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 600થી કરતા પણ વધારે ગાયો વડોદરા મહાનગરપાલિકાએ પકડી છે. રસ્તે રખડતી ગાયો પકડવાનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે તેમ જ સી.આર. પાટીલે મીટિંગો બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો.

વડોદરામાં જાહેર મંચ પરથી પાટીલે વડોદરા મેયરનો ઉધડો લીધો

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C. R. Patil ભાજપના સર્વેસર્વા જેવી ભૂમિકામાં પ્રધાનો સહિતના મોટા નેતાઓની કામગીરી અંગે ટિપ્પણી કરતાં પક્ષને જનાભિમુખ વહીવટ આપવા માટે સતર્કપણે કામ કરી રહ્યાં છે ત્યારે અવારનવાર તેમના નિવેદનો હેડલાઇન્સમાં ચમકી રહ્યાં છે.

આ પણ વાંચોઃ વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી

આ પણ વાંચોઃ હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે, રાજ્યની પ્રથમ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટનો વડોદરામાં પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details