ગુજરાત

gujarat

વડોદરામાં યોગના માધ્યમથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, 51 સૂર્ય નમસ્કાર કરી કોરોના તેમજ અન્ય બિમારીથી મુક્તિના સંકલ્પ લીધા

By

Published : Aug 15, 2021, 8:36 PM IST

સમગ્ર દેશમાં 75 મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગષ્ટની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા (Vadodara) શહેરમાં યોગના માધ્યમથી સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા યોગ ટ્રેનરોએ ફ્રીડમ ફાઈટરોને 51 સૂર્ય નમસ્કાર સમર્પણ કર્યા હતા અને કોરોના તેમજ અન્ય બીમારીઓમાંથી મુક્તિનો સંકલ્પ લીધો હતો.

State Yoga Board
51 સૂર્ય નમસ્કારState Yoga Board

  • વડોદરામાં યોગના માધ્યમથી 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહિલા ટ્રેનરો દ્વારા 51 સૂર્ય નમસ્કાર કરાયા
  • યોગના માધ્યમથી કોરોના તેમજ અન્ય બીમારીઓથી મુક્તિનો સંકલ્પ લીધો
  • મહિલા યોગ ટ્રેનરોએ યોગા કરી દેશના ફ્રીડમ ફાઈટરોને સલામી અર્પી

વડોદરા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (State Yoga Board) દ્વારા 15 મી ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય પર્વ (75 Independence Day) ની વડોદરા શહેરમાં યોગના માધ્યમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા યોગ ટ્રેનરોએ 51 સૂર્ય નમસ્કાર (surya namaskar) કરીને કોરોના તેમજ અન્ય બીમારીઓમાંથી મુક્તિનો સંકલ્પ લીધો હતો. તેમજ દેશના ફ્રીડમ ફાઈટરોને યોગના માધ્યમથી સલામી અર્પી હતી.

વડોદરામાં યોગના માધ્યમથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આ પણ વાંચો: દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન

ડિજિટલ ટેકનોલોજીને સારી રીતે એની સાથે આગળ વધવા અપીલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (State Yoga Board) ના યોગ કોચ રિષીકા વંજાનીએ જણાવ્યું હતું કે, આજે અમે બધા યોગ ટ્રેનરો દ્વારા સાથે મળીને 51 સૂર્ય નમસ્કાર (surya namaskar) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આપણા ફ્રીડમ ફાઈટર છે. તેમને 51 સૂર્ય નમસ્કાર ડેડીકેટ કર્યા છે. જે અમારા ફ્રીડમ ફાઈટર છે, તેઓએ અંગ્રેજોથી મુક્તિ અને આઝાદી અપાવી હતી. આ વખતે અમે યોગનો સાથ લઈને સર્વે દેશવાસીઓને કોરોનાથી તેમજ અન્ય બીમારીઓમાંથી મુક્તિનો સંકલ્પ લીધો છે. તો આવો સૌ સાથે મળીને એ જ સંકલ્પ લઈએ કે આપણે બધા જે ડિજિટલ ટેકનોલોજી છે. તેના તાબે ન થઈએ એના ગુલામ ન થઈએ પરંતુ તેને સાચવીને સારી રીતે એની સાથે આગળ વધીએ.

વડોદરામાં યોગના માધ્યમથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details