ગુજરાત

gujarat

વડોદરા: ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીનને સસ્પેન્ડ કરવા ABVPની માગ

By

Published : Feb 7, 2020, 2:44 AM IST

Updated : Feb 7, 2020, 7:32 AM IST

શાહીનબાગ દિલ્હી ખાતે CAA અને NRCના થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં M.S યુનિવર્સિટીના ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીન જોડાયા હતા. જેથી ABVP કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીનને સસ્પેન્ડ કરવા ABVP દ્વારા વિરોધ

વડોદરા: CAA અને NRC વિરોધમાં દિલ્હી શાહીનબાગ ખાતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં એમ.એસ.યુનિવર્સિટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીન ઈન્દ્રપ્રનીત રોય પણ શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે ફેસબુક પર પોતાના ફોટા મુકતાં વિવાદ સર્જાયો હતો.

ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીનને સસ્પેન્ડ કરવા ABVP દ્વારા વિરોધ

ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીનના શાહીનબાગ ખાતેના ફોટાને લઈ ગુરૂવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે પ્રદેશ સહ મંત્રી નિશિત વારિયાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ધરણાં કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તેમણે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમાને આવેદનપત્ર પાઠવી ડીનને સસ્પેન્ડ કરવા માગ કરી હતી.

Intro:વડોદરા.....શાહીનબાગ દિલ્હી ખાતે CAA અને NRC ના થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં યુનિવર્સીટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીનની ઉપસ્થિતિને પગલે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું


Body:CAA અને NRC વિરોધમાં છેલ્લાં ઘણાં દિવસોથી દિલ્હી શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ત્યારે, ચાલી રહેલ વિરોધ પ્રદર્શનમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના ડીન ઈન્દ્રપ્રનીત રોય પણ શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજર રહી ફેસબુક પર ફોટા મુકતા વિવાદ ઉભો થયો છે.Conclusion:ફાઈનઆર્ટસ ફેકલ્ટી ડીન ના શાહીનબાગ ખાતેના ફોટાને લઈ આજે,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફીસ ખાતે પ્રદેશ સહ મંત્રી નિશિત વારિયાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ધરણાં કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.અને યુનિવર્સીટીના રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમાને આવેદનપત્ર પાઠવી ડીનને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.



બાઈટ : નિશિત વારીયા
સહ મંત્રી , ABVP, એમ.એસ.યુનિવર્સીટી,વડોદરા
Last Updated :Feb 7, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details