ગુજરાત

gujarat

સુરતનાં યુવાનોએ વિક્રમ સર્જ્યો : 'કલામ રોકેટ' ને કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની દ્વારા કરાશે લોન્ચ

By

Published : Nov 4, 2021, 5:34 PM IST

સુરતનાં 35 જેટલા યુવાનો સ્પેસમાં નાનું સેટેલાઈટ મોકલવાં માટે એક ખાસ રોકેટ બનાવી રહ્યા છે. યુવાનો એ આ રોકેટનું નામ 'કલામ'(Kalam) રાખ્યું છે. મહત્વની બાબત એ છે કે, યુવાનો જે રોકેટ બનાવી રહ્યા છે તે સંપૂર્ણ પણે 'મેડ ઈન ઈન્ડિયા'(Made in India) છે. તેમજ કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની(Canada Satellite Space Company)નું સેટેલાઈટ તેઓ દક્ષિણ ભારતથી લોન્ચ કરશે(launch from South India). આ રોકેટ સેટેલાઈટને સ્પેસમાં લઈ પણ જશે અને ભારત પણ લઈ આવશે અને તેનાં થકી મહત્વપૂર્ણ ડેટા મેળવી શકાશે. આ ડેટાનાં માધ્યમથી નવા કોમ્પોનેન્ટ મોટા સેટેલાઈટમાં વાપરી શકાય કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી શકાશે.

સુરતનાં યુવાનોએ વિક્રમ સર્જેયો: 'કલામ રોકેટ' ને કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની દ્વારા કરાશે લોન્ચ
સુરતનાં યુવાનોએ વિક્રમ સર્જેયો: 'કલામ રોકેટ' ને કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની દ્વારા કરાશે લોન્ચ

  • રોકેટ સુરતનાં યુવાનો દ્વારા બનાવવામાં આવી
  • 'મેડ ઈન ઈન્ડિયા રોકેટનું નામ 'કલામ' રખાયું
  • કંપની દ્વારા 2023 માં કરવામાં આવશે લોન્ચ

સુરત : રોકેટ બનાવનાર ટીમનાં સભ્ય સન્નીએ જણાવ્યું હતું કે, તેઓ એક રોકેટ(Rocket) બનાવી રહ્યા છે, જેનું નામ 'કલામ' (Kalam)છે અને તે વર્ષ 2023 માં લોન્ચ કરશે(Will launch in 2023). જે વિદ્યાર્થીઓના Experiment ને ઓછા કોસ્ટમાં લઈ જશે અને તે પરત પણ આવશે જેથી વિદ્યાર્થીઓ તેને મોડીફાઇડ કરી ફરી સ્પેસમાં લોન્ચ કરી શકશે તે પણ ઓછા ખર્ચે. રોકેટની ઊંચાઈ 8 મીટર(Rocket height 8 miter) છે અને તેને દક્ષિણ ભારતથી લોન્ચ કરશે. વિદ્યાર્થીઓએ આ રોકેટ બાબતે કેનેડાની સ્પેસ કંપની(Space Company Of Canada) સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. તેઓ એ સેટેલાઈટ ડેવલપ કર્યું છે માટે વિદ્યાર્થીઓ આ સેટેલાઈટ તેમની માટે લોન્ચ કરશે તેમજ આ સેટેલાઈટ બાળકો માટે ખાસ ઉપયોગી રહેશે.

સુરતનાં યુવાનોએ વિક્રમ સર્જેયો: 'કલામ રોકેટ' ને કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની દ્વારા કરાશે લોન્ચ

2023 માં લોન્ચ કરાશે

સન્ની એ વધુમાં જણાવ્યું હતું કે, આ જે સેટેલાઈટ છે તે વિદ્યાર્થીઓ ડેવલોપ કરી રહ્યાં છે. તેમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને સેટેલાઈટ બિલ્ડિંગ અને સ્પેસ મિશન અંગે એક્સપિરિયન્સ થાય તેનો છે. જે નવા ઇલેક્ટ્રોનિક્સ મટીરીયલ જે તૈયાર થાય છે તેને ડાયરેક્ટ મોટા સેટેલાઈટ વાપરી શકતા નથી માટે તેને સ્પેસ જેવા એન્વાયરમેન્ટમાં ટેસ્ટ કરવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં તેમનું 'કલામ રોકેટ' ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેઓ આ સેટેલાઈટને 2023 માં લોન્ચ કરી શકશે. જેમાં ત્રણથી ચાર મિનિટનો સ્પેસ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ મળી રહેશે, જેની અંદર તેઓ મહત્વપૂર્ણ ડેટા મેળવી શકશે અને તેઓ આ કોમ્પોનેન્ટને મોટા સેટેલાઈટમાં વાપરી શકશે.

રોકેટ સંપૂર્ણ પણે 'મેડ ઈન ઈન્ડિયા'

તેમજ મહત્વની બાબત એ છે કે, રોકેટમાં વાપરવામાં આવેલ રોકેટ એન્જીન, રોકેટ કોમ્પ્યુટર, રોકેટનું સ્ટ્રક્ચર અને લોન્ચ પેડ તેમજ ડેસપેડ તમામ વસ્તુઓ ઈન્ડિયાની છે. રોકેટ જ્યારે લોન્ચ થયાં બાદ જ્યારે તે 150 કિમીની ઝડપથી નીચે ધરતી પર આવશે ત્યારે 2 કિલોમીટર પહેલા તેનું મુખ્ય પેરાશૂટ ખુલી જશે. જે તેની સ્પીડ ઓછી કરી નાખશે જેથી સેટેલાઈટ સુરક્ષિત લેંડ થઇ શકે. આ પહેલા પણ તેમને 60 થી ઉપર નાના સ્કેલનાં હાઇપાવર રોકેટ કે જેની લંબાઈ એકથી બે મીટર હોય છે તેને લોન્ચ કર્યા છે. આ નાના રોકેટ લોન્ચ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે તેનાં થકી તેઓ ડેટા મેળવીને મોટા રોકેટ બનાવીને લોન્ચ કરી શકીએ.

આ પણ વાંચો :દિવાળીમાં ફૂલોના ભાવ ત્રણ ગણા છતાં 50 ટકા વધુ વેપાર થયો, જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા

આ પણ વાંચો : Diwali 2021: અમદાવાદમાં મોદી-શાહનાં ફોટો વાળા ફટાકડાની ભારે ડિમાંડ, 5 કરોડ બોક્ષ વેચાયા

ABOUT THE AUTHOR

...view details