ગુજરાત

gujarat

Women safety in Surat: ગ્રિષ્મા હત્યાકાંડ બાદ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને શહેરની શાળા-કોલેજોમાં તાલીમ શરૂ

By

Published : Feb 18, 2022, 8:44 PM IST

ગ્રિષ્મા હત્યાકાંડ (Grishma Vekariya Murder Case) બાદ સુરતમાં વિદ્યાર્થિનીઓને સુરક્ષાની તાલીમ આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. શાળા કૉલેજોમાં વિદ્યાર્થિનીઓને એક્સપર્ટ્સ દ્વારા છેડતી કરનારા અસામાજિક તત્વોથી બચવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ આગામી 5 દિવસ સુધી આપવામાં આવશે.

Women safety in Surat: ગ્રિષ્મા હત્યાકાંડ બાદ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને શહેરની શાળા-કોલેજોમાં તાલીમ શરૂ
Women safety in Surat: ગ્રિષ્મા હત્યાકાંડ બાદ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને શહેરની શાળા-કોલેજોમાં તાલીમ શરૂ

સુરત: ગ્રિષ્મા હત્યાકાંડ બાદ સુરતની શાળા-કોલેજોમાં અસામાજિક તત્વોથી વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ કેવી રીતે બચી શકે તેના માટે હવે પોલીસના માર્ગદર્શન હેઠળ એક્સપર્ટ લોકો દ્વારા વિદ્યાર્થિનીઓને સુરક્ષાની તાલીમ (Safety training to Girl students Surat) આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થિનીઓને પોતાનો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગેની શારીરિક તાલીમ (Physical training to Girl Students Surat) આપવામાં આવશે.

વિદ્યાર્થિનીઓને પોતાનો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગેની શારીરિક તાલીમ આપવામાં આવી.

આજથી વિદ્યાર્થિનીઓને તાલીમ આપવાની શરૂઆત

સુરત જિલ્લા ગ્રિષ્મા હત્યાકાંડ (Grishma Vekariya Murder Case) બાદ આજથી શહેરની શાળા-કોલેજોમાં શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ એક્સપર્ટ લોકો દ્વારા વિદ્યાર્થિનીઓને સડકછાપ ટપોરીઓ છેડતી (molestation in surat) કરનારા અસામાજિક તત્વોથી કઈ રીતે બચી શકાય તે માટેની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના ધારુકાવાલા કોલેજ (Surat dharukawala college)માં આજથી 5 દિવસ સુધી વિદ્યાર્થિનીઓને પોતાનો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગેની શારીરિક તાલીમ આપવામાં આવશે, જેમાં યુવતીઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેના માટેની શારીરિક રીતે સશક્ત થવાથી લઈને પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે વર્તવું તેની સમજ આપવામાં આવી છે.

આ પણ વાંચો:Murder case in Surat : સુરત પોલીસે એક સીમકાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો

કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા

શહેરની તમામ કોલેજોમાં સ્વરક્ષા માટે વિદ્યાર્થિનીઓને તાલીમબદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું.

અસામાજિક તત્વો (Antisocial elements In Surat)ની ઝડપથી ઓળખ કરીને તેમનાથી પોતે કેવી રીતે સુરક્ષિત થઈ શકાય તેના માટેની માનસિકની તૈયારી કેવી રીતે કરવી તેની સમજણ આપવામાં આવી છે. 5 દિવસ સુધી આ પ્રકારે વિદ્યાર્થિનીઓને શારીરિક અને માનસિક સ્તરે મજબૂત થવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

અભયમ 181 સેવાને લઈને પણ વિદ્યાર્થિનીઓને જાગૃત કરાશે

5 દિવસ સુધી વિદ્યાર્થિનીઓને પોતાનો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગેની શારીરિક તાલીમ આપવામાં આવશે.

પોલીસ કમિશ્નર અજયકુમાર દ્વારા કહેવામાં આવ્યું કે, સુરત શહેરની તમામ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સુરક્ષિત (Women safety in Surat) થાય તે પ્રકારનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ (Suraksha setu surat) અંતર્ગત શહેરની તમામ કોલેજોમાં સ્વરક્ષા માટે વિદ્યાર્થિનીઓને તાલીમબદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓ અને પોલીસ વચ્ચે યોગ્ય રીતે સંવાદ થાય તેના માટે અમારી ટીમ કાર્ય કરશે.અમારી અભયમ 181 સેવા (abhayam seva surat)ને લઈને પણ વિદ્યાર્થિનીઓને જાગૃત કરવામાં આવશે. એક્સપર્ટ લોકો દ્વારા વિદ્યાર્થિનીઓને શારીરિક રીતે તૈયાર કરવા માટેની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. શહેર વધુ સુરક્ષિત બને અને તેમાં વિદ્યાર્થિનીઓ-યુવતીઓ પણ સુરક્ષિત થાય તેવા હેતુથી પોલીસ આગામી દિવસોમાં કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details