ગુજરાત

gujarat

કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવતે લીધી સુરતની મુલાકાત

By

Published : Sep 26, 2021, 8:32 PM IST

સુરતમાં રવિવારે કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવત પધાર્યા હતા. તેમણે વડાપ્રધાનના "મન કી બાત" માં હાજરી આપી હતી તથા રાજસ્થાની સમાજ જોડે મુલાકાત કરી હતી.

Union Cabinet Minister for Water Power
Union Cabinet Minister for Water Power

  • કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવત સુરતની મુલાકાતે
  • "મન કી બાત" માં હાજરી આપી.
  • સ્વચ્છતા વડાપ્રધાનના સૌથી નજીકનો મુદ્દો છે: ગજેન્દ્રસિંહજી શેખાવત

સુરત: રવિવારે શહેરમાં કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવત પધાર્યા હતા. તેમની સાથે સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તથા ભાજપ મહામંત્રી કિશોર બિંદલ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાની સમાજના મોટા આગેવાનો સાથે મળી તેમણે વડાપ્રધાન દ્વારા રેડિયો માધ્યમ મારફતે મન કી બાતમાં પોતાની હાજરી આપી હતી અને રાજસ્થાની સમાજ જોડે મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન સાથે દેશના નદીઓને લઈને પણ ચર્ચાઓ કરી હતી. દેશના વડાપ્રધાન છેલ્લા 7 વર્ષથી દરેક મહિનાના છેલ્લા રવિવાર રેડિયોના માધ્યમથી દેશના અલગ-અલગ વિષયો ઉપર "મન કી બાત" ઉપર ચર્ચાઓ કરતા રહે છે. સામાજિક સર્વ કર્યાથી વિવિધ વિષયો ઉપર સામાન્ય લોકો સાથે જોડાઈને તેને એક જન આંદોલનનો સ્વરૂપ આપવામાં આવેએ ભાવને લઇને આ કાર્યક્રમ નિયમિત રીતે થતો આવ્યો છે.

કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવતે લીધી સુરતની મુલાકાત

આ પણ વાંચો: ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાન સરકાર પર વધતા જતા ગુના અને ભ્રષ્ટાચારને લઈને પ્રહાર કર્યા

સ્વતંત્રતાનું 75 મું વર્ષ આપણા બધા જ માટે અત્યંત મહત્વપૂર્ણ: ગજેન્દ્રસિંહજી શેખાવત

2019 બાદ વડાપ્રધાનએ પાણીનું મહત્વ સમજીને ઘણી વખત મન કી બાતમાં ચર્ચાઓ કરી છે. આજે પણ વડાપ્રધાને મન કી બાતની શરૂઆત પાણીના મહત્વ વિશે તેના સંરક્ષણ વિશે નદીઓનું સંરક્ષણ કરવું, નદીઓનું પુનર્જીવિત કરવું, આપણા પાણીના સ્ત્રોત વિશે લોકોને સંદેશો આપતા આમ નાગરિકોને આ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે, સ્વચ્છતા વડાપ્રધાનના સૌથી નજીકનો મુદ્દો છે તથા 2014 થી સતત વડાપ્રધાને આ વિષય ઉપર સામાન્ય નાગરિકોને સાથે લઈને દુનિયાનું સૌથી મોટું આ કામ અને દુનિયાનો સૌથી મોટું કામ શૌચાલય નિર્માણનું કાર્યક્રમ દેશમાં પાંચ વર્ષોમાં દેશમાં ખુલામાં જાવાનું બંધ કરાવ્યું હતું પરંતુ સ્વચ્છતાનો આ વિષય ખાલી એક કાળનો નહિ પરંતુ આપણા જીવન સાથે જોડાયેલ મુદ્દો છે. નિયમિત રીતે વડાપ્રધાને સ્વચ્છતાના ઉપર આજે આપણી સાથે ચર્ચાઓ કરી છે. આપણે બધા જાણીએ છીએ કે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ એવી રીતે ઉજવી રહ્યા છે કે તથા સ્વતંત્રતાનું 75 મું વર્ષ આપણા બધા જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય કેબિનેટ જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહજી શેખાવતે લીધી સુરતની મુલાકાત

આ પણ વાંચો: Assembly Elections-2022: પાટણમાં જિલ્લા પ્રભારી ગજેન્દ્ર શેખાવતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

30 કરોડના ખર્ચે 350 જેટલા પરીયોજનાઓ પૂરી કરવામાં આવી

30 હાજર કરોડના ખર્ચથી 350 જેટલા પરિયોજનાઓ પુરી કરવામાં આવી છે. કાનપુરનો શિશા મહેલ જ્યારે પણ ગંગાની ચર્ચાઓ કરવામાં આવતી હતી, ત્યારે ગંગાના પ્રદૂષણ વિશે વાત કરવામાં આવતી હતી. કાનપુરનો શિશા મહેલ બતાવવામાં આવતો હતો. 200 ફૂટ નદીના વચોવચ આખા કાનપુરનું પાણી ત્યાં છોડવામાં આવતું હતું. તમે તમારા મોબાઇલમાં સર્ચ કરીને જૂઓ કાનપુરનો શિશા મહેલ આજે સેલ્ફી પોઇન્ટ છે. જ્યાં વડા પ્રધાન, મુખ્યપ્રધાન તથા અમારા તમારા જેવા લોકો જઈને ત્યાં ફોટો પડાવી આ પરિવર્તનને મહેસૂસ કરે છે.

ABOUT THE AUTHOR

...view details