ગુજરાત

gujarat

Union Budget 2022: બજેટથી 'આત્મનિર્ભર ભારત'ને ગતિ મળશે : રૂપાલા

By

Published : Feb 14, 2022, 9:32 AM IST

કેન્દ્રીય બજેટ 2022-23 અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થાને લઈ કેન્દ્રના મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના પ્રધાન પરસોત્તમ રૂપાલા અને રેલવે તેમજ ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન દર્શના જરદોષની ઉપસ્થિતિમાં સુરત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

Union Budget 2022: બજેટથી 'આત્મનિર્ભર ભારત'ને ગતિ મળશે : રૂપાલા
Union Budget 2022: બજેટથી 'આત્મનિર્ભર ભારત'ને ગતિ મળશે : રૂપાલા

સુરત : કેન્દ્રીય બજેટ 2022-23 અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થાને લઈ કેન્દ્રના મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના પ્રધાન પરસોત્તમ રૂપાલા અને રેલવે તેમજ ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન દર્શના જરદોષની ઉપસ્થિતિમાં સુરત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે બજેટને આત્મનિર્ભર ભારતને સાકાર કરનારું (Budget give impetus to 'self-reliant India') બજેટ ગણાવ્યું હતું.

બજેટમાં સુરતના હીરા ઉદ્યોગનો પ્રથમ વખત ઉલ્લેખ

જરદોષે રેલવે અને ટેક્સટાઇલ વિભાગને બજેટથી થનારા ફાયદા વિશે વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આઝાદી પછી પહેલી વખત રેલવે મંત્રાલયને સૌથી વધુ બજેટની ફાળવણી કરવામાં આવી છે. સુરતના ઉધના, સચિન અને ચલથાણથી શરૂ કરવામાં આવેલી ટેક્સટાઇલ ટ્રેનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આનાથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો થયો છે. સસ્તા દરે સમયસર વ્યાપારીઓ અને ખેડૂતો પોતાનો માલ જે તે સ્થળે પહોંચાડી શકે તે માટે સરકાર દ્વારા આવી ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આ વખતના બજેટમાં સુરતના હીરા ઉદ્યોગનો પ્રથમ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણા માટે ગૌરવની બાબત છે.

આ પણ વાંચો:Union Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ

ટેક્સટાઇલ ઉદ્યોગને 12282.13 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું

ટ્રેનોમાં 'કવચ' નેટવર્ક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ટેક્નિકથી સુરક્ષાના નેટવર્કને 2000 કિમી સુધી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ટેક્સટાઇલ ઉદ્યોગને પણ 12282.13 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ટેક્સટાઇલને સમર્થન કરતી ઇન્ડસ્ટ્રીઝને કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય પણ બજેટમાં કરાયો છે.

બજેટને દેશના તમામ સ્તરના લોકો માટે ફાયદાકારક ગણાવ્યું

મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતને (Self reliant India) સાકાર કરવાનું આ બજેટ છે. સરહદને ધ્યાનમાં રાખીને બજેટમાં ખાસ પ્રાવધાન આપવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ વિલેજ અંતર્ગત સરહદી ગામડાઓમાં અત્યાધુનિક સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં રસ્તા, પાણી, વીજળી, ગટર જેવી પ્રાથમિક સુવિધા ઉપરાંત ઈન્ટરનેટથી ગામડાઓને સજ્જ કરવામાં આવશે. સરહદી ગામડાઓ વિકસિત થશે તો સરહદની સુરક્ષા વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો:Union Budget 2022 : રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું, શુ કહ્યું જાણો

બજેટ દેશના તમામ સ્તરના લોકો માટે ફાયદાકારક

સહકારી ક્ષેત્રમાં પણ ટેક્સ ઓછો ઓછો થતા ગુજરાતના સહકારી ક્ષેત્રને તેનો મોટો ફાયદો થશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો પર ભરોસો મુક્યો છે. કોરોના પહેલા 500 સ્ટાર્ટઅપ હતા તે હવે સરકારની હકારાત્મક નીતિને કારણે 60 હજાર પર પહોંચ્યા છે. વન હેલ્થ દિશામાં પણ મહત્વની કામગીરી થઈ રહી છે. આગામી સમયમાં 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. તેમણે આ બજેટને દેશના તમામ સ્તરના લોકો માટે ફાયદાકારક ગણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details