જૂનાગઢ : આજે શાપુર હોનારતને 39 વર્ષ પુરા થયા છે. 22મી જુન 1983ના (Shapur Floods 1983) દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. આજે 39 વર્ષ બાદ પણ શાપુર હોનારતને નજરે જોનારા લોકો હોનારતની ભયાનકતા અને હોનારતના નુકસાનને આંખ સમક્ષ તરવરતું જોઈને ગમગીન બની જાય છે.
વરસાદી આફત -આજે 39 વર્ષ બાદ શાપુર વાસીઓ હોનારતને લઈને ગમગીન બની જાય છે. 24 કલાકમાં ભારે વરસાદે શાપુરને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. જેમાં હજારો પશુઓ અને અનેક માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. શાપુરના પ્રત્યેક ઘર પૂરના પાણીમાં ગરકાવ (Shapur Water Disaster) થઇ ગયા હતા. રોદ્ર બનેલી ઓજત નદીમાં શાપુર વાસીઓની પરસેવાની તમામ કમણીઓ અને અનાજ પણ તણાઈ ગયું હતું. આ દ્રશ્યો આજે 38 વર્ષ બાદ પણ જળ પ્રલયને નજરે જોનારા વ્યક્તિઓ યાદ કરીને ગમગીન બની જાય છે.
એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ -વર્ષ 1983ની 22મી જૂનના દિવસે શાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શાપુર ગામ જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ બની ગયો હોય તેવા દ્રશ્યોનું વર્ણન જે તે સમયે શાપુર હોનારતને નજરે જોનારા લોકોએ ETV bharat સમક્ષ પોતાની મનોવ્યથા વ્યક્તિ કરી હતી. 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે શાપુરના મોટાભાગના ઘરો જળમગ્ન બની ગયેલા જોવા મળતા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ખૂબ જ સંઘર્ષ કરતા હતા. પરંતુ કાચા અને નળિયાવાળા (Shapur Water Disaster 1983) મકાનો હોવાને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં શાપર વાસીઓનો જીવ પાણી પર તરતો જોવા મળતો હતો. હજારોની સંખ્યામાં પશુધન પૂરમાં તબાહ થયું હતું. અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આજે આ વસમી ઘડીને 39 વર્ષ પુરા થઇ રહ્યા છે.