આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ

author img

By

Published : Jun 22, 2020, 2:28 PM IST

Etv Bharat, Gujarati News, Shapur disaster

22મી જૂન 1981ના દિવસે શાપુર અને વંથલીમાં હજારોની સંખ્યામાં પશુધન અને એક હજાર કરતાં વધુ લોકોના જીવ દસ્મસતા પૂરે લીધા હતા.

જૂનાગઢઃ આજે (22 જૂન) શાપુર વંથલી હોનારતને 37 વર્ષ પુરા થયા છે. 22 જૂન 1983માં આજના દિવસે શાપુર અને વંથલી પંથકમાં ધોધમાર 70 ઇંચ જેટલો વરસાદ પડયો હતો, ત્યારબાદ આવેલા પૂરે હજારોની સંખ્યામાં પશુધન અને હજાર કરતાં વધુ લોકોના જીવ ભયાવહ પૂરે લઈ લીધા હતા. જેને યાદ કરીને આજે પણ શાપુરવાસીઓ ભારે ગમગીન બની જાય છે.

આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ
આજે શાપુર વંથલી હોનારતને 37 વર્ષ પુરા થયા છે. શાપુર અને વંથલી પંથકમાં આવેલી ઉબેણ મધુવંતી અને ઓજત નદીઓમાં ઘોડાપુર આવતા શાપુર અને વંથલી પંથકમાં પર પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લાખોની સંખ્યામાં પશુધન અને હજાર કરતાં પણ વધુ લોકોના જીવ ભયાવહ પૂરે લઈ લીધા હતા. જેને યાદ કરીને આજે પણ શાપુર વાસીઓ ભારે હૈયે ગમગીન બની જાય છે.
Etv Bharat, Gujarati News, Shapur disaster
આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ
એકસાથે 70 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોએ તેમનો જીવ બચાવવા માટે મકાનની છત અને વૃક્ષો પર બે દિવસ સુધી આશરો લેવાની ફરજ પડી હતી. શાપુર હોનારતની જે તે સમયના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ પણ નોંધ લીધી હતી અને પૂરની ભયાવહતા જોઈને તાકીદે શાપુર આવી અને લોકોને પડેલી મુસીબતનો જાત ચિતાર મેળવીને તાકીદે સહાય કાર્ય શરૂ કરવાના આદેશ રાજ્ય સરકારને આપ્યા હતા. તેમજ લોકોને પૂર જેવી મહા મુસીબતમાંથી બહાર કાઢવા માટે જૂનાગઢમાં રાજ્ય સરકારના અધિકારીઓ અને પ્રધાનોને રહેવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.
Etv Bharat, Gujarati News, Shapur disaster
આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ
આજે પણ 22મી જૂનના દિવસે શાપુરવાસીઓ તે દિવસને યાદ કરીને ગમગીન બની જાય છે અને સાથો-સાથ કુદરતનો આભાર પણ માને છે કે, તે દિવસ બાદ આવો વરસાદ શાપુર પંથકમાં આજદિન સુધી પડ્યો નથી. પરંતુ આજે પણ 22મી જુન 1983ના દિવસને યાદ આવે ત્યારે શાપુર વાસીઓનાં દિલ અને દિમાગ પર ધ્રાસકો જરૂર જોવા મળે છે.
Etv Bharat, Gujarati News, Shapur disaster
આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ
Etv Bharat, Gujarati News, Shapur disaster
આજે શાપુર હોનારતને 37 વર્ષ પૂર્ણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.