ગુજરાત

gujarat

સુરત ABVP દ્વારા 7 એપ્રિલના રોજ આંદોલન કરવામાં આવશે

By

Published : Apr 5, 2021, 7:56 PM IST

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની ઓફિસ બહાર 7 એપ્રિલના રોજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સુરત ABVP દ્વારા 7 એપ્રિલના રોજ આંદોલન કરવામાં આવશે
સુરત ABVP દ્વારા 7 એપ્રિલના રોજ આંદોલન કરવામાં આવશે

  • ABVP દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરૂદ્ધ આંદોલન કરવામાં આવશે
  • સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા ફી ઘટાડાનું અમલીકરણ કરવામાં આવતું નથી
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પરીપત્રક બહાર પાડવામાં આવ્યું

સુરતઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની ઓફિસ બહાર 7 એપ્રિલના રોજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ કોરોના મહામારીને લઈને ફી ઘટાડવામાં આવી છે તેનું અમલી કારણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા કરવામાં આવતું નથી.

ABVP દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરૂદ્ધ આંદોલન કરવામાં આવશે

આ પણ વાંચોઃ સુરતમાં ABVPનું શિષ્યવૃત્તિ મામલે વિવેકાનંદ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન

ટ્યુશન ફીસમાં 12 ટકાનો ઘટાડો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓની ટ્યુશન ફીસમાં 12 ટકા અને એફિલિયેશન ફીમાં 100 ટકા તથા વિવિધ હેડમા 50થી 100 ટકા જેટલી ફિસમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે સમય દરમિયાન અમલીકરણ કરવામાં આવ્યું તે સમય જ યુનિવર્સિટીના અંદર આવતા તમામ કોલેજોને આ નિયમ લાગુ પડતો હોય તેમ છતાં સુરતની અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પુરેપુરી ફીસ વસૂલવામાં આવી છે. આ વાતની રજૂઆત સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને કરવામાં આવી હતી પરંતુ આજદિન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ABVP દ્વારા ધારુકા કોલેજમાં ફી મુદે પ્રિન્સિપલને આપ્યું આવેદનપત્ર

7 એપ્રિલના રોજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પરીપત્રક બહાર પાડવામાં આવ્યું છે કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ઓફિસ બહાર 7 એપ્રિલના રોજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને યુનિવર્સિટીના નિયમો લાગુ પડતો નથી એમ લાગી રહ્યું છે અને કોઈ જાતનો દર પણ નથી રહ્યો અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આજ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં કેમ લેવામાં આવતા નથી આથી 7 એપ્રિલના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details