ગુજરાત

gujarat

સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધિત જરૂરિયાતોની માહિતી ચેમ્બરને મોકલી, કાપડ ઉદ્યોગ માટે વિશાળ તકની સંભાવના

By

Published : Feb 26, 2021, 3:01 PM IST

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડૉ.અજય કુમારને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવા અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનાની જરૂરિયાતો અંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને પત્ર લખ્યો
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનાની જરૂરિયાતો અંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને પત્ર લખ્યો

  • દક્ષિણ ગુજરાતના લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ છે
  • ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરીને કરાઈ હતી રજૂઆત
  • ટૂંક સમયમાં ચેમ્બર દ્વારા મિટીંગ અથવા અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડૉ.અજય કુમારને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવા અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ, પેરાશુટ, અમ્બ્રેલા, ટેન્ટ અને સેફટી શુઝનું મેન્યુફેકચરીંગ કરવાની શકયતા રહેલી છે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

તાત્કાલિક ધોરણે ટેક્સટાઈલ સંબંધિત જરૂરિયાતો પૂરી પાડીશું

ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેક્સટાઈલના એકમો જો ભારતીય સેના માટેની આ જરૂરિયાત પૂરી પાડી શકશે તો ભવિષ્યમાં કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ વિશાળ તક ઉભી થવાની શકયતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયને સમયસર અને તાત્કાલિક ધોરણે ટેક્સટાઈલ સંબંધિત જરૂરિયાતો પૂરી પાડીશું તો કાપડ ઉદ્યોગને નવી ફિલ્ડ મળી શકે તેવી સંભાવના છે.

અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અંગે ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેક્સટાઈલ ઉદ્યોગપતિઓ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. આ સાથે જ કાપડ ઉદ્યોગ માટે ઉભી થયેલી નવી તકને કેવી રીતે ઝડપી શકાય? તે અંગે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. ટૂંક સમયમાં ચેમ્બર આ દિશામાં બેઠક અથવા અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરશે.

ABOUT THE AUTHOR

...view details