ગુજરાત

gujarat

ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

By

Published : Oct 24, 2021, 3:08 PM IST

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઇને વહેલી સવારથી સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ ભારતનો પાકિસ્તાન સામે મેચ યોજાશે. સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં આ મેચને લઇને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.

ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ
ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી- 20 વર્લ્ડકપ યોજાશે
  • સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ
  • ક્રિકેટ પ્રેમીઓએ ટેટૂ ચીતરાવી ઉત્સાહ પ્રગટ કર્યો

સુરત: આજે રવિવારે ઘણા લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી- 20 વર્લ્ડ કપ યોજાવા જઇ રહ્યો છે. સુરત શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વેસુ વિસ્તારમાં રહીશોએ નાના બાળકોથી લઈને મોટાઓ સુધી ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે ક્રિકેટ પ્રેમીઓએ ટેટૂ ચીતરાવી ઉત્સાહ પ્રગટ કર્યો હતો. હાથમાં દેશનો તિરંગા લઈ ઢોલ નગારા સાથે ભારતની ટીમ વિજય મેળવશે એવા વિશ્વાસ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

આજે ભારત પાકિસ્તાનની 200 મી મેચ છે: નીલ ભાગડીવાલા (ક્રિકેટ પ્રેમી)

અત્યારે અમે મેચને લઇને નાના ભુલકા બાળકોને ટેટુ પડાવવા આવી રહ્યા છે. અમે મોટા છોકરાઓ ઢોલ- નગરા, ડી.જે સાઉન્ડ તથા પ્રોજેક્ટર સાથે પૂર્વ તૈયારીઓ કરી ચૂક્યા છે. આજે ભારત પાકિસ્તાન 200 મી વાર આમને સામે ટકરાવાનું છે અને ખુબ જ હાઈ વોલ્ટેજ મુકાબલો થવાનો છે.

ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હંમેશા હિસ્ટ્રોલીકલ જ હોય છે: સાલીન ભાગડીવાલા (ક્રિકેટ પ્રેમી)

આજે જોવા જઈએ તો ઇન્ડિયા પાકિસ્તાનની જેટલી પણ મેચ થાય છે તે હિસ્ટોલીકલ જ મેચ થાય છે. અપણે જોવા જઇયે તો ભલે મેચથી દૂર છીએ. આપણે તો દરેક લોકોનો સ્પોર્ટ એક દમ હૈવૉલેટજની રીતે રહેશે અને દર વખતની જેમ ભારત- પાકિસ્તાનની મેચો જે હૈવોલટેજની રીતે થાય છે. એ રીતે જ અમે એક્સેપ કરીશું અને જીતશે તો આપનું ભારત જ.

ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ

લોકો મંદિર, મજીદમાં દુઆ કરી રહ્યા છે: ચૈતાલી દમવાલા (ક્રિકેટ પ્રેમી)

આજે ઈંડિયા અને પાકિસ્તાનની મેચ છે એટલે કે સોસાયટીવાળા નક્કી કર્યું હતું કે, ઇન્ડિયા માટે કંઇક કરીએ એટલે અમે સવારથી જ નાના લઈને મોટા વ્યક્તિઓના હાથ ઉપર ફેસ ઉપર અમે લોકોએ સિમ્બોલ ટેટુ બનાવ્યા છીએ. જેમ કે વર્લ્ડકપ, ઇન્ડિયન ફ્લેગ, બોલ એવા બધા ટેટુ બનાવી ઇન્ડિયા પણ લખેલું છે. અમુક વ્યક્તિઓના હાથમાં અને અમુકના ફેસ ઉપર અને આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એમાં ખરેખર ઇન્ડિયા જ જીતશે. લોકો મંદિરમાં મસ્જિદમાં દુઆ કરી રહ્યા છે. ઇન્ડિયા માટે અને ઇન્ડિયા જીતશે એવી અમને આશા છે.

ABOUT THE AUTHOR

...view details