ગુજરાત

gujarat

સુરતના વેપારીની કમાલ, હવે સાડીમાં પણ પુષ્પરાજ ઝૂકેગા નહિ...

By

Published : Feb 11, 2022, 7:18 PM IST

સોશિયલ મીડિયા સહિત ઠેર ઠેર પુષ્પા ફિલ્મનો ક્રેઝ (craze of Pushpa film)જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સુરતમાં સાડીમાં પણ પુષ્પા ફિલ્મનો ક્રેઝ સામે (craze of Pushpa movie in sari) આવ્યો છે. કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે 6 મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી હતી.

સુરતના વેપારીની કમાલ, હવે સાડીમાં પણ પુષ્પરાજ ઝૂકેગા નહિ...
સુરતના વેપારીની કમાલ, હવે સાડીમાં પણ પુષ્પરાજ ઝૂકેગા નહિ...

સુરત:હાલમાં સોશિયલ મીડિયામાં પુષ્પા ફિલ્મનો ટ્રેન્ડ (craze of Pushpa film) જોવા મળી રહ્યો છે. ફિલ્મના ડાઈલોગ હોય કે પછી ગીતો તેના પર રીલ્સ બની રહી છે. ત્યારે આ ટ્રેન્ડ જોયા બાદ સુરતના એક કાપડ વેપારીએ પુષ્પા ફિલ્મની થીમ (Sari on the theme of Pushpa movie) પર એક સાડી પ્રિન્ટ (craze of Pushpa movie in sari)કરાવી હતી અને તેને પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. ફોટા અપલોડ થતા જ આ સાડીના ઓર્ડર વેપારીને મળવા લાગ્યા છે. એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી, પરંતુ સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે.

હવે સાડીમાં પણ પુષ્પરાજ ઝૂકેગા નહિ...

આ પણ વાંચો:UP Assembly Election Campaign from Surat : 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે'વાળી 5 લાખ સાડી ભાજપ માટે મોકલાશે

લગ્ન સરાની સીઝનને લઈને આ થીમ લોકોને પસંદ આવી રહી છે

કાપડ વેપારી ચરણપાલ સિંગે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પુષ્પા ફિલ્મનો ક્રેઝ જોવા મળ્યો હતો. જેથી મેં પણ આ ફિલ્મ જોઈ હતી અને વિચાર આવ્યો હતો કે આ અંગે એક સાડી પ્રિન્ટ કરાવી સોશિયલ મીડિયા અને વેપારીઓને ગ્રુપમાં ફોટા મોકલ્યા હતા, જેથી અમને આ અંગે ઓર્ડર મળવા લાગ્યા હતા. મને આશા છે કે, આગામી સમયમાં પણ આ અંગે વધુ ઓર્ડર મળશે. મને જયારે ઓર્ડર મળ્યા તો મેં વેપારીને પૂછ્યું હતું કે, તમેં આ ઓર્ડર કેવી રીતે મળ્યો તો વેપારી જણાવી રહ્યા છે કે હાલમાં લગ્નસરાની સીઝનને લઈને આ થીમ લોકોને પસંદ આવી રહી છે.

આ પણ વાંચો:Corona In Surat: ત્રીજી લહેરની લગ્નસરાની સીઝન પર અસર, મિલ માલિકો અને કાપડના વેપારીઓએ શરૂ કરી શ્રમિકોની છટણી

ABOUT THE AUTHOR

...view details