ગુજરાત

gujarat

સુરતઃ કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના રંગે રંગાયા

By

Published : Aug 16, 2020, 12:05 AM IST

સમગ્ર દેશ આજે 74માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના લડવૈયાઓએ જે રીતે દેશને સ્વતંત્ર કર્યો, તે રીતે કોરોનાથી દેશવાસીઓને મુક્ત કરવ દેશના લાખો કોરોના યોદ્ધાઓ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે, ત્યારે નવી સિવિલના તબીબો, પેરામેડિકલ- નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડે કોરોના દર્દીઓ સાથે 74માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

ETV BHARAT
કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના રંગે રંગાયા

સુરત : સમગ્ર દેશ આજે 74માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના લડવૈયાઓએ જે રીતે દેશને સ્વતંત્ર કર્યો, તે રીતે કોરોનાથી દેશવાસીઓને મુક્ત કરવ દેશના લાખો કોરોના યોદ્ધાઓ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે, ત્યારે નવી સિવિલના તબીબો, પેરામેડિકલ- નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડે કોરોના દર્દીઓ સાથે 74માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. કોવિડ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓને રેસિડેન્ટ ડૉક્ટરો, નર્સ અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદથી આવેલાં MSW વિભાગના 14 કાઉન્સેલરોની ટીમ અને અને કોવિડ વોર્ડના તમામ દર્દીઓને રાષ્ટ્ર ધ્વજ આપીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો હતો.

કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના રંગે રંગાયા

કોવિડ વોર્ડમાં લાઉડ સ્પીકર દ્વારા દેશભક્તિના ગીતો ગુંજતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ ઘડીભર પોતાનું દુ:ખ, દર્દ અને શારીરિક પીડાને ભૂલી દેશભક્તિના રંગે રંગાયા હતા. તબીબોની પ્રેરણાથી દર્દીઓનો જુસ્સો બુલંદ થયો હતો. તિરંગો હાથમાં પકડતા જ દર્દીઓમાં ઉમંગ-ઉત્સાહ અને ઉર્જાનો નવો જ સંચાર જોવા મળ્યો હતો. તિરંગાની સાથે કાઉન્સેલરોએ દર્દીઓના કપડા ઉપર ‘હું છું કોરોના વોરિયર’નું સ્ટીકર લગાવી હિંમત આપી કે, ‘આપણે બધા કોરોના વોરિયર્સ છીએ, આપણે સાથે મળીને કોરોનાને હરાવી કોરોનાથી સ્વતંત્ર થઈશું.’

સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ, મેડિકલ કોલેજના ડીન ડૉ.જયેશ બ્રહ્મભટ્ટ અને એડીશનલ ડીન ડૉ.ઋતંભરા મહેતા, આર.એમ.ઓ. ડૉ.કેતન નાયક, ડૉ. મહેશ વાડેલના માર્ગદર્શન અને પ્રેરણાથી સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સે દર્દીઓ સાથે સ્વાતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવા સાથે તેમને કોરોનાથી સ્વતંત્રતા આપવાનો કોલ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details