ગુજરાત

gujarat

સુરત: ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડની ઘટના CCTVમાં કેદ

By

Published : Jul 4, 2021, 7:53 PM IST

સુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડાના ફટકા વડે વાહનોમાં તોડફોડ કરી છે લુખ્ખા તત્વો ના આતંકથી સોસાયટીના લોકો ભયભીત થઈ ગયા છે જ્યારે આવા લુખ્ખા તત્વોને પોલીસે ખુલ્લી દોર આપી દીધી હોય દિન-દહાડે સોસાયટીઓમાં તોડફોડ કરી લોકોમાં ભય તૈયાર કરી રહ્યા છે.

ઉધના
ઉધના

  • હાથમાં તલવાર અને લાકડાના ફટકા વડે વાહનોમાં કરી તોડફોડ
  • સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ
  • 15 જેટલા વાહનોમાં કરાઈ તોડફોડ

સુરત: ઉધના વિસ્તારમાં આવેલા વાજપાઈ આવાસમાં લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે. CCTVમાં દેખાઈ છે તેમ, ત્રણ બાઈક પર નવ જેટલા અસામાજિક તત્વો સોસાયટીમાં આવે છે અને હાથમાં તલવાર અને લાકડાના ફટકા લઈને વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો ખોફ ન હોય તે રીતે સોસાયટીઓમાં ધાક જમાવી રહ્યા છે. અસામાજિક તત્વોના આતંકથી સોસાયટીના લોકો ભયભીત થઈ ગયા છે.

ઉધનામાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ

આ પણ વાંચો:સુરતમાં ધંધાકીય અદાવતને લઈ અન્ય જૂથના લોકો દ્વારા યુવક પર જીવલેણ હુમલો

15 જેટલા વાહનોમાં તોડફોડ

વાજપાઈ આવાસમાં રહેતા કાજલ બહેને જણાવ્યું હતું કે, બાઈક પર આશરે 10થી 15 લોકો આવાસમાં આવ્યા હતા. હાથમાં લાકડા અને તલવાર વડે અમારી સોસાયટીમાં પાર્ક કરેલા 15 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. તેમના હાથમાં લાકડાના ફટકા અને તલવાર હતી, જેથી અમે લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા. ખાલિસ્તાની પોલીસને અમારી માગ છે કે, આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પહેલા પણ આ લોકો આવી જ રીતે અમારી સોસાયટીમાં તોડફોડ કરી ગયા છે.

આ પણ વાંચો:સુરતના ઉધના વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીમાં પરિવાર પર જીવલેણ હુમલો કરાયો

CCTVના આધારે શોધખોળ શરૂ

ઉધના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારના CCTV અને વીડિયો સામે આવ્યા છે. પોલીસ વીડિયો અને CCTVના આધારે આ લોકોની શોધખોળ કરી રહી છે. શોધખોળ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details