ગુજરાત

gujarat

સુરતની સ્મીમેર હોસ્પિટલનાં સફાઈ કર્મચારીએ દારૂની મહેફિલ જમાવી

By

Published : Oct 31, 2021, 7:27 PM IST

સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital of Surat Municipal Corporation) વિવાદમાં આવી ચડી છે જેમાં ધટનાં એવી છે કે, સ્મીમેર હોસ્પિટલનો સફાઈ કર્મચારી દારૂની મહેફિલ માણી રહ્યો છે તેનો વિડીયો વાયરલ થયો છે. હવે જોવાનું એ કે આ બાબતે હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.

સુરતની સ્મીમેર હોસ્પિટલનાં સફાઈ કર્મચારીએ દારૂની મહેફિલ જમાવી
સુરતની સ્મીમેર હોસ્પિટલનાં સફાઈ કર્મચારીએ દારૂની મહેફિલ જમાવી

  • હોસ્પિટલનો સફાઈ કર્મચારી પોતાના મિત્રો જોડે દારૂની મહેફિલ માણી રહ્યો હતો
  • સ્મીમેર હોસ્પિટલનો સફાઈ કર્મચારી દારૂની મહેફિલ માણતો જોવા મળ્યો
  • પોલીસને આ બાબતે હજી સુધી કોઇ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી

સુરત : સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલનો(Schmeier Hospital of Surat Municipal Corporation) સફાઈ કર્મચારીનો એક વીડિયો ખુબજ વાઇરલ(Employee video goes viral) થઇ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, હોસ્પિટલનો સફાઈ કર્મચારી પોતાના મિત્રો જોડે દારૂની મહેફિલ માણી રહ્યા છે. વીડિયોમાં બે લોકો દેખાઇ રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું.

કમીટી બનાવીને તપાસ કરીશું

વીડિયો વાઈરલ થયાં બાદ સ્મીમેર હોસ્પિટલના RMO ડો.આનંદે જણાવ્યુ હતું કે, હાલ તો અમે આ વીડિયો સામે આવ્યા બાદ કર્મચારીઓ કયાં વોર્ડનાં છે અને કોણ છે તેના વિશે જાણી રહ્યા છીએ. જે રીતે હોસ્પિટલમાં દારૂ લઈને આવે છે અને કેટલા સમયથી આ દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહ્યો છે. જે પણ હશે તેમનાં વિરૂધમાં કાર્યવાહી કરીશું. અમે આના માટે એક કમીટી બનાવશું અને તપાસ પણ કરવામાં આવશે જે હશે તે જણાવામાં આવશે.

પોલીસને હજી સુધી અંજાણ ધટનાથી

વરાછા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને આ બાબતે કોઇ જ પ્રકારનો ખ્યાલ નથી છતાં પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતે હોસ્પિટલ શું પગલાં લેશે તે પણ જોવામાં આવશે અને મારી પાસે હજી સુધી હોસ્પિટલ માંથી કોઈ પ્રકારનો ફોન પણ આવ્યો નથી. જો આ બાબતે અમને જાણ કરવામાં આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : માતાની મમતાંને લજવતી ધટના: અમદાવાદનાં અમરાઇવાડીમાં વધુ એક બાળકને ત્યજી દેવાયું

આ પણ વાંચો :યુવાનોમાં વધી રહી છે ડ્રગ્સની લત- જાણો કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ

ABOUT THE AUTHOR

...view details