ETV Bharat / city

યુવાનોમાં વધી રહી છે ડ્રગ્સની લત- જાણો કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ

હાલમાં જ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડ્રગ કેસ મીડિયામાં ઘણો વિવાદાસ્પદ રહ્યો. આ કેસ ન માત્ર આપણા સમાજમાં વધી રહેલા નશીલા પદાર્થના પ્રમાણમાં વધારો સૂચવે છે પણ તેની સાથોસાથ એ દિશા તરફ પણ ચિહ્નિત કરે છે કે કઇ રીતે કિશોરો અને યુવાનો ડ્રગની લતે ચડી રહ્યા છે. આવા જ અન્ય કેસ સ્ટડી પણ અમે ETV ભારતના દર્શકો સમક્ષ મુકીશું. જેથી એક જવાબદાર માતાપિતા તરીકે તમે પણ તમારા બાળકોનું આવા તત્વો સામે રક્ષણ પૂરું પાડી શકે.

યુવાનોમાં વધી રહી છે ડ્રગ્સની લત
યુવાનોમાં વધી રહી છે ડ્રગ્સની લત
author img

By

Published : Oct 31, 2021, 12:07 PM IST

  • કિશોરો અને યુવાનોમાં ડ્રગ્સની લત દિવસે દિવસે વધી રહી છે
  • સ્પર્ધાત્મક વાતાવરણ અને ચિંતા બાળકોને ખોટી લતે લઈ જઈ શકે છે
  • કેસ સ્ટડી પરથી જાણો કે પરિવારોએ કઈ રીતે છોડાવી બાળકોની ડ્રગ્સની લત

અમદાવાદ: શહેરના જાણીતા રાખીબેન દવે અને જયેશભાઇ દવેના બે પુત્રો રવિ અને અજય (સ્થળ અને નામ બદલ્યા છે) પણ આવી જ લતે ચડ્યા. માતા પિતા વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી બાળકોને વધુ સમય આપી શકતા ન હતા. વળી પોતાના બે બાળકો હંમેશા શિક્ષણ ક્ષેત્રે અને રમતગમતમાં અગ્રેસર રહેતા હોવાથી તેમને પોતાના બાળકો ઉપર વધુ ભાર મૂકવાની ક્યારેય જરૂરિયાત જણાતી ન હતી, પરંતુ આ વચ્ચે ક્યારે રવિ તેના મિત્રો સાથે ડ્રગની લતે ચડ્યો તેની ખબર જ ન પડી. આ લતની શરુઆત સિગરેટથી થઈ અને ત્યાર બાદ ટેવ અલગ અલગ ડ્રગ્સમાં ફેરવાઈ ગઈ.

મોટા ભાઈની સાથે વાત છુપાવવાની શરતે નાનો ભાઈ પણ ટેવમાં સંપડાયો

મોટા ભાઈની ડ્રગ લેવાની ટેવ નાના ભાઈ અજય જાણી ગયો હતો. આ વાત છુપાવવાની સાથે નાનો ભાઈ પણ આવી જ લતે ચડી ગયો. એક સમયે શાળામાં અવ્વલ રહેનારા ભાઈઓ અભ્યાસમાં ખૂબ દેખાવ કર્યો. બંને સામાન્ય ઊંઘ કરતા વધુ ઊંઘ લઈ રહ્યા હતા. શાળાકીય પ્રવૃત્તિમાં પણ તેઓ ભાગ લેતા નહી અને તેમના મિત્રો સાથે પણ તેમના વ્યવહારમાં બદલાવ થતા તેમના શિક્ષકે પણ બંને ભાઈઓના માતાપિતાને શાળાએ બોલાવ્યા. અંતે કાઉસીલિંગ સમયે ખ્યાલ આવ્યો કે બંને ભાઈઓ ડ્રગ્સ લઈ રહ્યા હતા. સમયાંતરે કાઉન્સેલિંગ થતા બંનેને ટેવથી મુક્તિ મળી.

માતાપિતાના પ્રેમાળ સ્વભાવે એકમાત્ર દીકરાને ડ્રગ્સની લતમાંથી છોડાવ્યો

આવો જ એક કેસ વડોદરાના અમિતનો (સ્થળ અને નામ બદલ્યા છે) પણ જોવા મળ્યો હતો. વડોદરાના અમિતે ધોરણ 12 માં 92 ટકા મેળવી મિકેનિકલ ઈંજીનીયરિંગમાં પ્રવેશ મેળવ્યો. તેના માતા પિતા સાથેનો તેનો સબંધ ખૂબ સારો હોવાથી તે ડ્રગની લતમાં પડ્યો છતાં ઝડપથી બહાર આવી શક્યો. કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ તે તેના કેરિયરને લાઇ ઘણો ઉત્સાહિત હતો પણ પરીક્ષામાં સારા ગુણ ન મેળવી શકવાને કારણે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો, ભવિષ્યમાં પોતાની કારકિર્દીને લઈ જોયેલા સપનાનો તૂટવાનો ભય તેને જપવા દેતા ન હતા. ચિંતામાં તે ક્યારે ડ્રગ્સની લતમાં ચડી ગયો તેને ખબર જ ન રહી. પણ મિત્રોની સારી સંગત અને માતાપિતા સાથેના તેના સબધે તેને ફરી આવા ડ્રગ્સની અસરથી મુક્ત કરાવ્યો. તેની માતા ખુદ પ્રોફેશલન કાઉન્સિલર હોવાથી તેમને અમિતનું કાઉન્સિલિંગ કર્યું. આજે અમિત કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.