ગુજરાત

gujarat

સુરતની સૃષ્ટિ સંઘવીએ CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજો નંબર મેળવ્યો

By

Published : Jul 17, 2022, 12:46 PM IST

સુરતની સૃષ્ટિ સંઘવીએ CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજો નંબર મેળવ્યો (All India rank in CA finals) છે તથા ઓલ ગુજરાતમાં પેહલો ક્રમ મેળવી સુરતનું ગૌરવ પણ વધાર્યુ છે. તેણે CA ફાઈનલમાં 800 માંથી 611 માર્કસ મેળવ્યો છે.

સૃષ્ટિ સંઘવીએ
સૃષ્ટિ સંઘવીએ

સુરત: CA ફાઈનલનું પરિણામ જાહેર થતા તેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ CA ફાઈનલમાં (All India rank in CA finals) 800 માંથી 611 માર્કસ મેળવી ઓલ ઇન્ડિયામાં ત્રીજા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી સુરત તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પણ CA ફાઈનલમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.

સુરતની સૃષ્ટિ સંઘવીએ CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્ક 3 મેળવ્યો.

આ પણ વાંચો:દ્વારકાના ગઢેચી ગામની હાલત દયનીય, ચોમાસામાં દર વર્ષે થાય છે સંપર્ક વિહોણું

11થી 12કલાક અભ્યાસ કરવો પડે: આજે CA ફાઈનલનું પરિણામ જાહેર (Srishti Sanghvi All India third rank in CA) કરવામાં આવ્યું છે, એમાં મારો ઓલ ઇન્ડિયામાં ત્રીજા ક્રમ મેળવ્યો છે. CAના અભ્યાસમાં ખુબ જ મેહનત કરવાની જરૂર પડે છે. તે ખુબ જ અઘરું હોય છે. તમે રેગ્યુલર અભ્યાસ કરશો તો ચોક્કસ પાસ થઈ જશો. છેલ્લા ત્રણ કલાકમાં આર્ટીકલસ હોય છે. તો એમાં સમય 11 થી 6 નો હોય છે. તો એ પેહલા સાવરે પણ બે થી ત્રણ કલાક અને સાંજે પણ બે થી ત્રણ કલાક અભ્યાસ કરવો પડે છે અને લાસ્ટ 6 મહિના જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે 11 થી 12 કલાક અભ્યાસ કરવો જ પડે છે. મારું પરિવારમાં પણ બધા CA પરિવાર વાળા જ છે. એટલે મને પ્રેક્ટિસ પણ કરવા મળી જશે અને હું આવનારા વિદ્યાર્થીઓને એમ જ કહીશ કે, તમે તમારા ઉપર વિશ્વાસ રાખો અને સારી રીતે અભ્યાસ કરોશો તમને તમારું સારુ પરિણામ મળશે.

સૃષ્ટિ સંઘવીએ

સુરતનું ગૌરવ વધાવ્યું:આજે CA ફાઈનલમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ આખા દેશમાં ત્રીજો ક્રમ મેળવીને સુરતનું ગૌરવ વધાવ્યું છે. સૃષ્ટિ સંઘવીનું દેશમાં ત્રીજો ક્રમ તો છેજ પરંતુ આખા ગુજરાતમાં પેહલો ક્રમ મેળવ્યો છે. અને તેમની સાથે સુરતના અન્ય 4 વિદ્યાર્થીઓએ પણ ઓલ ઇન્ડિયામાં તો 50માં સ્થાન મેળવી સુરતનું ગૌરવ વધાવ્યું છે.

આ પણ વાંચો:દ્રૌપદી મુર્મુનો આજે ગુજરાત પ્રવાસ, ભાજપના ધારાસભ્યો સાથે કરશે મુલાકાત

ઓલ ઇન્ડિયા માં પેહલા કર્મે:વધુમાં જણાવ્યું કે, સુરતથી આજે 200થી વધુ વિદ્યાર્થીઓએ CA ફાઈનલની પરીક્ષા પાસ કરી છે. CA ફાઈનલની પરીક્ષા ત્રણ વર્ષ પછી આવે છે. જે વિદ્યાર્થીઓ સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરે છે. પરીક્ષાના 6 થી 8 મહિના પેહલા આખો અભ્યાસ ક્રમ પૂરો કરી દે છે. તે વિદ્યાર્થીઓને CA ફાઈનલમાં ચોક્સસ પણે સારુ પરિણામ લાવી શકે છે. આ પેહલા ગતવર્ષે CA ફાઈનલમાં રાધિકા બેરીવાલા ઓલ ઇન્ડિયામાં પેહલા કર્મે મેળવ્યો હતો અને એના ગતવર્ષે મોહિત અગ્રવાલા ઇન્ડિયામાં બીજા કર્મે હતો, તો સુરતના વિદ્યાર્થીઓ હવે સતત ઓલ ઇન્ડિયામાં ટોમમાં માર્ક્સ લાવી CA ફાઈનલમાં નામ રોશન કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details