ગુજરાત

gujarat

મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત

By

Published : Jun 24, 2021, 12:18 PM IST

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ (Delta Plus variant)ના 21 કેસો જોવા મળ્યા છે જેમાંથી 2 સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની છે જેને લઈને સુરત તંત્ર હરકતમાં આવ્યું છે.

xxx
મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત

  • મહારાષ્ટ્રમાં 21 લોકોમાં કોરોનાનો નવો વેરિઅંટ ડેલ્ટા પલ્સ જોવા મળ્યો
  • 21માંથી બે લોકો એવા છે જેમની ટ્રાવેલ્સ હિસ્ટરી સુરત
  • નવા વેરિએન્ટને કેન્દ્ર સરકાર દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો

સુરત : કોરોનાની ત્રીજી લહેર(Third Wave of Corona)ને લઈ સરકાર અને તંત્ર એલર્ટ છે. નવા ડેલ્ટા વેરિઅન્ટના (Delta variant) મહારાષ્ટ્રમાં 21 કેસ સામે આવ્યા છે. ગુજરાત (Gujarat) માટે સૌથી અગત્યની વાત આ છે કે આ 21માંથી બે લોકો એવા છે જેમની ટ્રાવેલ્સ હિસ્ટરી સુરત (Surat) છે. હાલ જ આ નવા વેરિએન્ટને કેન્દ્ર સરકાર દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો છે. જે રીતે સુરતમાંથી મહારાષ્ટ્ર (Maharashtra) પહોંચેલા બે લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે તેના કારણે હવે તંત્ર પણ હરકતમાં છે.

સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના 21 પોઝિટિવ કેસો સામે આવતા ત્રીજી લહેરને લઇ ચિંતા વધી છે. ગુજરાતમાં આ વેરિએન્ટનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં જે નવા વેરિએન્ટના 21 કેસો સામે આવ્યા છે તેમાંથી બે કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરતની છે. સુરતના લગ્ન સમારોહમાં આવેલા આ બે જ્વેલર્સ જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે તેઓ કોરોના પોઝિટિવ થયા હતા અને તેમના જીનોમ સિકવેન્સિંગ લેબમાં તપાસ કરવામાં આવ્યા તો આ નવા વેરિએન્ટની જાણ થઈ હતી. સુરતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી એવામાં આ બે જ્વેલર્સને કારણે સુરત તંત્ર સજાગ બન્યું છે.

મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત

આ પણ વાંચો : કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા બન્યું ખતરનાક

RTPCR બાદ અનેક સેમ્પલ્સ જીનોમ સિકવેન્સ માટે મોકલતા હોઈએ છે

સુરતના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, કોરોના પોતાના દરેક વેરિએન્ટમાં લક્ષણો બદલે છે અને ઘાતક બનતો જાય છે. આ નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અમે RTPCR બાદ અનેક સેમ્પલ્સ જીનોમ સિકવેન્સ માટે મોકલતા હોઈએ છે. પરંતુ અત્યાર સુધી ડેલ્ટા પ્લસનો એક પણ પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયો નથી. હાલમાં મહારાષ્ટ્રના બે કેસની થઈ રહી છે જેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરતની છે તેમાં અધ્યયન કરવું જરૂરી છે કે તેઓ અન્ય કયા સ્થળોએ ગયા હતા. બીજી બાજુ અમે સુરતના તમામ એન્ટ્રેન્સ ગેટ પર લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે અને નવા વેરિઅંટને લઇ સતર્ક છીએ.

આ પણ વાંચો : ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ સાથે સજ્જ

ડેલ્ટા પ્લસની સુરતમાં હોવાની સંભાવના

જે મહારાષ્ટ્રના બે કેસ છે જેમના ડેલ્ટા પોઝિટિવ આવ્યા છે તે એપ્રિલ મહિનામાં નોંધાયા હતા અને ત્યારે સુરતમાં તે વખતે કોરોનાની બીજી લહેર પીક પર હતી. તો શું તે વખતે ડેલ્ટા પલ્સના કેસો સુરતમાં અસ્તિત્વમાં હતા ? કોરોનાની બીજી લહેરમાં મોટાભાગે સુરતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો જોવા મળ્યા હતા. શું તે વખતે ડેલ્ટા પલ્સના કેસો પણ સુરતમાં હતા કે નહીં તે અંગેની તપાસ પણ જરૂરી છે. કારણ કે જે રીતે મહારાષ્ટ્રના બે કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સુરત છે અને તે પણ એપ્રિલ મહિનામાં નોંધાઈ છે તેને લઈને ચોક્કસથી ડેલ્ટાપલ્સ ના કેટલાક કેસો સુરતમાં હોવાની સંભાવનાઓ વધી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details