ગુજરાત

gujarat

સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

By

Published : Oct 19, 2021, 5:32 PM IST

Updated : Nov 2, 2021, 12:07 PM IST

ચંદી પડવા (Chandi Padvo)ના પર્વ નિમિત્તે સુરતના લોકો કરોડો રૂપિયાની ઘારી આરોગી જતા હોય છે. ત્યારે આ વખતે પણ ઘારી (Ghari)ની ડિમાન્ડ છે. સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા આ વખતે ગોલ્ડન ઘારી (Goldan Ghari) બનાવવામાં આવી છે, જેની કિંમત 9,000 રૂપિયા છે અને આ ઘારીની ખાસિયત છે કે તે 10 દિવસ સુધી બગડતી નથી.

સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે વેચાણ
સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે વેચાણ

  • ચંદી પડવાના પર્વમાં કરોડો રૂપિયાની ઘારી ઓરોગી જાય છે સુરતીઓ
  • સુરતમાં આ વખતે ગોલ્ડન ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી
  • વેબસાઇટના માધ્યમથી દેશ-વિદેશથી પણ મળે છે ઓર્ડર

સુરત: કહેવત છે 'સુરતનું જમણ ને કાશીનું મરણ નસીબદાર ને જ મળે'. સુરતીલાલાઓ ખાણી-પીણીમાં વિશ્વવિખ્યાત છે અને ખાસ જ્યારે ચંદી પડવા (Chandi Padvo)નો પર્વ આવે ત્યારે કરોડો રૂપિયાની ઘારી (Ghari) ગણતરીના કલાકોમાં આરોગી જાય છે. સુરતીલાલાઓ માટે જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ખાસ સુરતમાં આ વખતે ગોલ્ડ ઘારી (Goldan Ghari) મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી છે.

સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી'

ગોલ્ડન ઘારીની કિંમતની દેશ-વિદેશમાં ડિમાન્ડ

આ ઘારીની કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. પ્રાચીન કાળમાં રાજા-રજવાડા સ્વર્ણ ભસ્મ ખાવાની વસ્તુઓમાં વાપરતા હતા, જેનાથી પ્રેરાઈને સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સ્વર્ણ વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે, જેની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહીં દેશના અન્ય શહેરો સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને લન્ડનમાં પણ છે.

10 દિવસ સુધી નથી બગડતી ગોલ્ડન ઘારી

આ ઘારીની ખાસિયત છે કે આ 10 દિવસ સુધી બગાડ્યા વગર રહી શકે છે અને હાલ એની કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય ઘારીની કિંમત 600 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની હોય છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સોનાના વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે જે અત્યારે ઘણી જ ચર્ચામાં છે.

ડ્રાય ફ્રુટ, શુદ્ધ ઘી અને સોનાની વરખનો ઉપયોગ

ચંદી પડવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અનેક ઇન્કવાયરી આ ગોલ્ડન ઘારી માટે આવી રહી છે. મીઠાઈ વિક્રેતા રાધા મીઠાઈવાળાએ જણાવ્યું હતું કે, આ ઘારીની બનાવટમાં ડ્રાય ફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે સોનાની વરખ ચઢાવવામાં આવે છે. વેબસાઇટના માધ્યમથી માત્ર દેશના અન્ય શહેરો જ નહીં, પરંતુ વિદેશથી પણ ઓર્ડર મળે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો: પાંડેસરામાં શ્રમિકને લૂંટવા ચપ્પુ મારતા આંતરડા બહાર આવી ગયાં, Civil hospital માં સારવાર માટે મોકલાયો

Last Updated : Nov 2, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details