ગુજરાત

gujarat

સુરત પાલિકાએ 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ 7 કરોડ ખર્ચ્યા : આમ આદમી પાર્ટી

By

Published : Jan 22, 2021, 2:18 PM IST

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલા પોલખોલ કાર્યક્રમ અંતર્ગત સુરત મ.ન.પા નાં પદાધિકારીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ કરવામાં આવેલા ખર્ચો જાહેર કરવામાં આવ્યો હતો. RTI દ્વારા મેળવવામાં આવેલી માહિતી જાહેર જનતા સુધી પહોંચાડીને ભાડાનાં ખર્ચમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સુરત પાલિકાએ 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ 7 કરોડ ખર્ચ્યા : આમ આદમી પાર્ટી
સુરત પાલિકાએ 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ 7 કરોડ ખર્ચ્યા : આમ આદમી પાર્ટી

  • ભાજપને ઘેરવા માટે આ વખતે આમ આદમી પાર્ટીની તમામ તૈયારીઓ પૂર્ણ
  • પોલખોલ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ કરાયેલા ખર્ચની માહિતી જાહેર કરાઈ
  • કરાયેલ ખર્ચ જેટલી રકમમાંથી તમામ માટે નવી ગાડીઓ લાવી શકાય તેમ છે


સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે તેમ છે. ત્યારે ભાજપને ઘેરવા માટે આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યભરમાં આયોજિત પોલખોલ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં પણ આપ દ્વારા પત્રકાર પરિષદ યોજી તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વાહન ભાડા ઉપર ખર્ચને લઈને વિગતો આપી હતી. તેઓનો આરોપ છે કે આ ભાડાનાં ખર્ચમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

4 લાખની કિંમતના વાહનનું 5 વર્ષમાં 5થી 6 ગણું ભાડું અપાયું

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે વાહન વાપરવામાં આવ્યા છે. તેના પાંચ વર્ષ દરમિયાન જે ભાડું પાલિકાએ આપ્યું છે.તે અંગેની વિગતો આપવામાં આવી હતી. આ અંગે તેઓએ જણાવ્યું હતું. કે જે વાહન ની કિંમત ચાર લાખ છે. તેના બદલામાં પાંચ વર્ષમાં ભાડું પાંચ થી છ ગણું આપવામાં આવ્યું છે. 32 જેટલા અધિકારીઓએ પાંચ વર્ષમાં જે વાહન વાપર્યા છે. તેનું ભાડું સાત કરોડથી પણ વધારે છે. આટલું ભાડું આપવા કરતા અધિકારીઓ માટે નવી ગાડીઓ ખરીદી શકાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પોલખોલ કાર્યક્રમ થકી સુરતની પ્રજાને દેખાડવા માંગીએ છે કે, કેવી રીતે મ.ન.પાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળીને આ વાહન ભાડે લેવાનાં નામે ભ્રષ્ટાચાર આચર્યા છે.

સુરત પાલિકાએ 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ 7 કરોડ ખર્ચ્યા : આમ આદમી પાર્ટી

ABOUT THE AUTHOR

...view details