ગુજરાત

gujarat

ઈકો સેલે 100થી વધારે વિવર્સને ચૂનો લગાવનાર મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો, જાણો આખો કેસ

By

Published : May 21, 2022, 3:37 PM IST

સુરત શહેરમાં વિવર્સ (Surat weavers association) સાથે થયેલી છેત્તરપિંડીના (Surat Police Cheating Case) મામલે ગૃહ પ્રધાનને રજૂઆત કરાતા સુરત પોલીસે યુદ્ધના ધોરણે પગલાં લીધા હતા. આ અંગે સુરત પોલીસે છેત્તરપિંડી કરનારા મુખ્ય બે આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઈકો સેલે 100થી વધારે વિવર્સને ચૂનો લગાવનાર મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો, જાણો આખો કેસ
ઈકો સેલે 100થી વધારે વિવર્સને ચૂનો લગાવનાર મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો, જાણો આખો કેસ

સુરત:મહાનગર સુરત ઇકો સેલે ટેક્સટાઇલ (Surat Textiles Markets Cheating Case) માર્કેટમાં ચાલી રહેલા ઉઠામણાંને લઈને ટેક્સટાઇલ પ્રમુખ અશોક જીરાવાલા સહિત અન્ય 100થી વધારે વિવર્સ સાથે થયેલી છેત્તરપિંડી (Weavers Cheating Case Surat) મામલે મુખ્ય સુત્રઘારની ધરપકડ થઈ છે. વિવર્સ માર્કેટમાં ભેગા થઈને કેટલાક લોકોએ રાજ્યના ગૃહપ્રધાનને રજૂઆત પણ કરી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આ મામસે સુરત પોલીસને તપાસ સોંપી હતી. સુરત પોલીસે આ કેસમાં છેત્તરપિંડી કરનારા મુખ્ય સુત્રધારની ધરપકડ કરી લીધી છે. સુરત શહેરની ઈકો સેલ પોલીસે આ કેસમાં વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો:Ahmedabad Murder Case : એક રાતમાં બે હત્યા કરીને આ કપાતરે રામોલને કર્યું લોહીલુહાણ

ગૃહપ્રધાનને રજૂઆત: સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ માટે આખા વિશ્વમાં જાણીતું છે. સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં થઈ રહેલી છેત્તરપિંડીથી વિવર્સ પરેશાન થયા હતા. આ મામલે થોડા સમય પહેલા ટેક્સટાઇલ પ્રમુખ અશોક જીરાવાલાએ અન્ય વિવર્સ સાથે બેઠક યોજી હતી. પછી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર કેસ અંગે રજૂઆત કરી હતી. પછી આ કેસમાં કડક કાર્યવાહી કરવા માટે ખાતરી આપી હતી. આ પછી સુરત પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શું કહે છે સુરત પોલીસ:આ તપાસ દરમિયાન એક પછી એક આરોપીઓની ધરપકડ થઈ હતી. પરંતુ શનિવારે (તારીખ: 5.21.2022) ઇકો સેલ પોલીસે 100 થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સુત્રધારની ધરપકડ કરી છે. વરાછામાં આવેલી એક પેઢીનો 21 કરોડ 48 લાખનો માલ તેઓ ઊઠાવી ગયાનું પણ પોલીસને ધ્યાન આવ્યું છે. આ મામલે સુરત પોલીસે કહ્યું હતું કે, સુરત ટેક્સટાઇલ માર્કેટ અહીંના વેપારનું મોટું કેન્દ્ર મનાય છે. એમાં વરાછામાં આવેલ એક પેઢીનો 21 કરોડ 48 લાખનો માલ લઈ ઉઠી જવાનો મામલો પોલીસને ધ્યાને આવ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાતના આ શહેર માટે ગૌરવની ક્ષણ, ભારતીય નૌકાદળના જહાજને એક સિટીનું નામ અપાયું

આવું કામ કરતા:આ બાબતે ફરિયાદીઓનો કોન્ટેક્ટ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે આ મામલે છેતરપિંડીના મુખ્ય બે આરોપીઓ છે. આ લોકો કાપડ ઉધારમાં ખરીડીને ત્યારબાદ સસ્તા ભાવે અથવા તે જ ભાવ બીજા વેપારીઓને વેચી દેતા હતા. આ કેસના બીજા બે આરોપી દુબઈ ભાગી ગયા છે તેવું ધ્યાનમાં આવ્યું છે.

બે ફરાર: આ મામલે કુલ ચાર આરોપીઓ ધ્યાનમાં આવ્યા છે. એમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજા બે આરોપી દુબઈ નાસી ગયા છે. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં આરોપી દીક્ષિતભાઈ મેવાણી જે સુરતના વરાછા વિસ્તારમાં રહે છે. અને બીજો આરોપી જીતેન્દ્ર માંગુકિયા દલાલ છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details