ગુજરાત

gujarat

સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લેપટોપ-મોબાઇલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

By

Published : Sep 16, 2020, 7:19 PM IST

જિલ્લાની એલ.સી.બી. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કામરેજના વલથાણ નજીકથી એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનું લેપટોપ અને મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. આ શખ્સ સુરત અને નવસારી જિલ્લામાં પાર્ક કરેલી કારમાંથી તેમજ ભીડભાડવાળા વિસ્તારમાંથી લેપટોપ અને મોબાઇલની ચોરી કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

mobile
mobile

બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે સુરત અને નવસારી જિલ્લામાં પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાંથી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન, લેપટોપની ચોરી કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 50 હજારથી વધુનું મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, કીમ ચાર રસ્તા તરફથી એક લાલ રંગની પલ્સર નંબર MH-39-એચ-8231 ઉપર એક શખ્સ થેલામાં ચોરીનું લેપટોપ તથા મોબાઈલ લઈ કડોદરા તરફ વેચાણ કરવા જાય છે.

સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લેપટોપ અને મોબાઇલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

જે હકીકત આધારે એલસીબી પોલીસે વલથાણ નહેર પાસે નેશનલ હાયવે નંબર-48 ઉપર મુંબઈ તરફ જવાના રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રજની સુકૈયા નાયડુ (રહે, કીમ સમૂહવસાહત, તા-ઓલપાડ, મૂળ રહે, માનાપારામ જી-ત્રીચી, તમિલનાડું)નો હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે તેની પાસેથી ચોરીનું લેપટોપ, અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન 4 નંગ તથા ટેબલેટ 1 તથા એક મોટરસાઇકલ મળી કુલ 50,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે આ લેપટોપ અને મોબાઈલ ફોન સુરત તેમજ નવસારી જિલ્લામાં પાર્ક કરેલી કારમાંથી તથા ભીડભાડ વાળી જગ્યાથી લોકોની નજર ચૂકવી ચોરી કરી હોવાની કબૂલાત કરી કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details