ગુજરાત

gujarat

Surat Diamond Industry: રશિયા યુક્રેન યુદ્ધથી ડોલરનો ભાવ વધતા રફ ડાયમંડની ખરીદી અટકી

By

Published : Feb 25, 2022, 7:39 PM IST

Updated : Feb 25, 2022, 9:17 PM IST

રશિયા અને યુક્રેનના યુદ્ધ (Russia Ukraine Crisis)ના કારણે ડોલરનો ભાવ વધ્યો છે. જેની અસર રફ ડાયમંડની ખરીદી પર પડી છે. રશિયાથી 8 ટકા રફ ડાયમંડ સુરતમાં એક્સપોર્ટ થાય છે. ડોલરનો ભાવ વધતા રફ ડાયમંડની ખરીદી અટકી ગઈ છે.

Surat Diamond Industry: રશિયા-યુક્રેન યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર, ડોલરનો ભાવ વધતા રફ ડાયમંડની ખરીદી અટકી
Surat Diamond Industry: રશિયા-યુક્રેન યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર, ડોલરનો ભાવ વધતા રફ ડાયમંડની ખરીદી અટકી

સુરત: રશિયા અને યુક્રેનના યુદ્ધ (Russia Ukraine Crisis)ની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. બીજી તરફ આ યુદ્ધને કારણે ડોલરના ભાવમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. ડોલરનો ભાવ 76 પહોંચતા રફ ડાયમંડની ખરીદી (Purchase of Rough Diamond) અટકી ગઈ છે જેને લઇને સુરતના હીરા ઉદ્યોગ (Surat Diamond Industry) પર સંકટના વાદળો ઘેરાયા છે.

ભારત દર વર્ષે રશિયા પાસેથી ખરીદે છે 8થી 10 ટકા ડાયમંડ

રફડાયમંડની મોટાભાગની ખાણ (Russia rough diamond mines)નો મુખ્ય સ્ત્રોત રશિયા છે. દર વર્ષે ભારત રશિયા પાસેથી રફ ડાયમંડની 8થી 10 ટકા ખરીદી કરે છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War 2022)ને કારણે તેના ગંભીર પરિણામો સુરતના ડાયમંડ ઉદ્યોગે (Rough Diamond Surat) ભોગવવાનો વારો આવે તેવી ભીતિ સર્જાઇ રહી છે. તેમાં પણ ખાસ કરીને ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચશે તો દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે.

પેમેન્ટની ચુકવણીમાં રાહ જોવાનું વલણ

હાલમાં હીરા બજારમાં રફ ડાયમંડની નવી ખરીદી અટકી ગઈ છે. આ અંગે હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે, યુદ્ધ શરૂ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું રાહ જોવાનું વલણ રહેશે, કારણ કે ડોલર વધવાના કારણે પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓ આવશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલશે અને અમેરિકા જો આ યુદ્ધમાં વચ્ચે પડશે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે એમ છે.તેમણે જણાવ્યું કે, ડોલરનો રેટ વધીને 80 આસપાસ થઇ જશે તો એન્ટવર્પના પેમેન્ટો અટકી જશે અને 10થી 15 ટકાનો વધારો હીરા ઉદ્યોગકારો માટે નુકસાની ઊભી કરશે. રશિયાથી 8 ટકા રફ ડાયમંડ સુરતમાં એક્સપોર્ટ થાય છે.

ઉદ્યોગકારોની નજર યુદ્ધ પર

GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને લઈને અત્યારે નિકાસ કામકાજ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની નજર યુદ્ધ પર છે. બે-ચાર દિવસમાં પરિસ્થિતિ કેવી બનશે? યુદ્ધ વધુ વકરશે કે શાંત થશે? તે અનુસાર હીરા ઉદ્યોગનું કામકાજ આગળ વધશે. જો કે યુદ્ધ વધુ ગંભીર બનવાના કિસ્સામાં એન્ટવર્પના પેમેન્ટો દોઢ-બે મહિના માટે સ્થગિત થઈ જશે તેવી ભીતિ પણ સર્જાઇ છે.

Last Updated : Feb 25, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details