ગુજરાત

gujarat

સુરત કોર્ટે કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કર્યો આદેશ

By

Published : Aug 5, 2021, 11:07 PM IST

સુરતના કાપોદ્રા વિસ્તારમાં લારી ગલ્લાઓને પોલીસે હેરાનગતિ કરતા યુવકે પોલીસને રોક્યા હતા. પોલીસે યુવકને ઢોરમાર માર્યો હતો. યુવકે કાપોદ્રા પોલીસ (Kapodra Police Station) ના કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધવા આદેશ આપ્યો છે. 5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઇ.પી.કો ની કલમ મુજબ ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે.

Surat Court
Surat Court

  • માર મારવાના ગુનામાં પાંચ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ
  • પોલીસ કર્મચારીઓ લારીવાળાઓને હેરાન-પરેશાન કરતા હતા
  • કોર્ટે પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધવા આદેશ આપ્યો

સુરત: શહેરના કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો (Crime) નોંધવા કોર્ટે (Court) હુકમ કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં લારી ગલ્લાઓને પોલીસે હેરાનગતિ કરતા યુવકે પોલીસને રોક્યા હતા. પોલીસે યુવકને ઢોરમાર માર્યો હતો. યુવકે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે (Court) પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધવા આદેશ આપ્યો છે.

સુરત કોર્ટે કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કર્યો આદેશ

આ પણ વાંચો:સુરતમાંથી 20 વર્ષ પહેલાં સિમિના કાર્યકરો ઝડપવાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઇ.પી.કો ની કલમ મુજબ ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો

ગત તારીખ 16-07-2021 ના રોજ કાપોદ્રા પોલીસ મથક (Kapodra Police Station) ના કર્મચારીઓ લારીવાળાઓને હેરાન- પરેશાન કરતા હોય તે બાબતે ફરિયાદીએ પોલીસ કર્મચારીઓને રોકી લારીવાળાઓને શું કામ પરેશાન કરો છો તેમ કહેતા પોલીસ કર્મચારીઓએ લારીવાળાને છોડી ફરિયાદીને નાના વરાછા પોલીસ ચોકી ખાતે લઇ જઈને ઢોર માર માર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે (Court) કાપોદ્રા પોલીસ મથક (Kapodra Police Station) ના કર્મચારી દિલીપ ડી. રાઠોડ, સંજય કણજારીયા,જય, હરદીપસિંહ, અન્ય પોલીસ કર્મચારી સહિત 5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઇ.પી.કો ની કલમ મુજબ 143, 147, 148, 149, 323, 325, 331, 348, 342, 504(2), 114, 34 તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે.

સુરત કોર્ટે કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કર્યો આદેશ

આ પણ વાંચો: સુરતમાં પોકસોના આરોપીનું ડેથ વોરંટ ઈશ્યુ કરાયુ

ભોગ બનનારે તેના પિતાને ફોન કરતા તેને હોસ્પિટલમાં પણ લઈ જવા દીધો ન હતો: યશવંત વાળા

ફરિયાદીના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 16-7-2021 ના રોજ ફરિયારીને કાપોદ્રા પોલીસ મથકના પાંચ પોલીસ કર્મચારી લારીવાળાને હેરાન પરેશાન કરતા હોવાથી ફરિયાદીએ સામાન્ય બાબતમાં એમ કહ્યું કે, શું કામ હેરાન કરો છો. લારીવાળાને છોડીને ફરિયાદીને નાના વરાછા પોલીસ ચોકીમાં લઇ જઇ બેફામ માર માર્યો હતો અને બન્ને પગ પર ચઢી જઈને ડંડા અને લાકડીથી ખૂબ માર માર્યો હતો. ફરિયાદીએ તેના પિતાને ફોન કરતા તેને હોસ્પિટલમાં પણ લઈ જવા દીધો ન હતો. જે- તે સમયે PSI દાવડા પણ હાજર હતા. એમને બનાવ રોકવાના પ્રયાસ કર્યા ન હતા. જે બાદ કાપોદ્રા પોલીસ મથકમાં 17 તારીખના રોજ ફરિયાદ આપતાં એમના દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કોટે 60 દિવસમાં સંપૂર્ણ તપાસ રજૂ કરવા જણાવ્યું

વકીલે વધુમાં જણાવ્યું હતું કે, 19 તારીખના રોજ PSI એ.જે.ચૌધરીએ માત્ર નિવેદન લઈને ગુનો દાખલ ન કરતા ભોગ બનનારાના પિતાએ ગૃહમંત્રાલય સુધી મૌખિક રજૂઆત કરી ત્યારબાદ પોલીસ કમિશ્નર સાથે બે વખત મુલાકાત કરી હતી. 24-07-21 ના રોજ માત્ર NC ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી દ્વારા અમો વકીલ મારફત કોર્ટ માં 156 (3) મુજબ જે-તે કાર્યવાહી દાખલ કરતા નામદાર કોર્ટે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ (2), 114, 34 તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. કોટે 60 દિવસમાં સંપૂર્ણ તપાસ રજૂ કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details