ગુજરાત

gujarat

સુરતમાં રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ, સાંકી ગામના એક ફ્લેટમાંથી 1.14 કરોડનો ગાંજો ઝડપાયો

By

Published : Jul 24, 2021, 12:03 PM IST

સુરતમાં જિલ્લા SOGની ટીમે રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SOGની ટીમે શુક્રવારે પલસાણાના સાંકી ગામમાંથી 1 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાંકી ગામમાં શ્રી રેસીડેન્સીના એક ફ્લેટમાંથી 1.14 કરોડ રૂપિયાથી વધુનો ગાંજો ઝડપાયો હતો. ઓડીશાથી આ જથ્થો મગાવી સુરતના વિવિધ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો.
સુરતમાં રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ, સાંકી ગામના એક ફ્લેટમાંથી 1.14 કરોડનો ગાંજો ઝડપાયો
સુરતમાં રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ, સાંકી ગામના એક ફ્લેટમાંથી 1.14 કરોડનો ગાંજો ઝડપાયો

  • સુરતમાં જિલ્લા SOGની ટીમે રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ કર્યો
  • SOGની ટીમે શુક્રવારે પલસાણાના સાંકી ગામમાંથી 1 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
  • સાંકી ગામમાં શ્રી રેસીડેન્સીના એક ફ્લેટમાંથી 1.14 કરોડ રૂપિયાથી વધુનો ગાંજો ઝડપાયો

સુરતઃ જિલ્લા SOGની ટીમે શુક્રવારે પલસાણા તાલુકાના સાંકી ગામમાં આવેલી શ્રી રેસિડેન્સીના એક ફ્લેટમાંથી રૂ.1.14 કરોડથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ જથ્થો ઓડીસાથી મંગાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ સાથે જ ગુજરાતના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOGએ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃSex Racket : વડોદરા SOGની ટીમે હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો કર્યો પર્દાફાશ, સંચાલક મહારાષ્ટ્રથી બોલાવતો હતો યુવતીઓ

ત્રણ આરોપી વોન્ટેડ જાહેર
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સાંકી ગામમાં એક ફ્લેટમાંથી 1.14 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 1,142.74 કિલો ગાંજા સાથે એકને જિલ્લા SOGની ટીમે ઝડપી પાડી ગુજરાતનું સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે માલ મંગાવનારા અને માલ આપનારા ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ જથ્થો ઓડીસાના ગંજામથી ટ્રાન્સપોર્ટની ટ્રકોમાં લાવવામાં આવતો હતો. પોલીસે મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.

સાંકી ગામમાં શ્રી રેસીડેન્સીના એક ફ્લેટમાંથી 1.14 કરોડ રૂપિયાથી વધુનો ગાંજો ઝડપાયો
આ પણ વાંચોઃવડોદરા સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ACPએ તપાસ સંભાળીબાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી

સુરત જિલ્લા SOGએ બાતમીના આધારે, પલસાણા તાલુકાના સાંકી ગામમાં રાજમંદિર વિસ્તારમાં આવેલા લબ્ધી બંગલોઝ કમ્પાઉન્ડમાં શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 204માં દરોડા પાડ્યા હતા. પોલીસે આખા એપાર્ટમેન્ટને કોર્ડન કર્યા બાદ ફ્લેટમાં તપાસ કરતા અંદરથી 1,142.74 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 1,14,27,400 હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઓડીસાના ગંજામથી મંગાવ્યો હતો જથ્થો

પોલીસે ફ્લેટમાંથી બિકાસ બુલી ગૌડા (ઉ.વર્ષ 19, રહે હાલ કતારગામ, ઉત્કલ નગર, સુરત, મૂળ રહે ચતુલ, ગાંગપુર જી.ગંજામ રહે ઓડીસા)ની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બાબુ નાહક અને વિક્રમ મગલુ પરિદા ઉર્ફે વિકુએ ઓડીસાના ગંજામથી સીબરામ નાહક પાસેથી છૂટક વેચાણ કરવા માટે ગાંજો મગાવ્યો હતો. આ ગાંજો તેમણે સાંકીની શ્રી રેસિડેન્સીના ફ્લેટમાં સંતાડયો હતો. ગાંજાના છૂટક વેચાણ માટે બાબુ નાહકના કહેવાથી બિકાસ બુલી ગૌડા શ્રી રસિડેન્સીમાં આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

ટ્રાન્સપોર્ટની ટ્રકો મારફતે જથ્થો સુરત પહોંચાડવામાં આવતો

બિકાસે પોલીસ પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, ઓડીસાના ગંજામથી ટ્રાન્સપોર્ટની અલગ અલગ ટ્રકોમાં ગાંજાનો જથ્થો ગુણોમાં પેકીંગ કરી લાવવામાં આવતો હતો. અને ઓર્ડર મુજબ આ ફ્લેટમાં પેકીંગ કરી તેને સપ્લાય કરવામાં આવતો હતો.

કરોડોનો જથ્થો જપ્ત કર્યો

પોલીસે સ્થળ પરથી 1,142.74 કિલોગ્રામ કિંમત રૂ. 1,14,27,400, મોબાઈલ નંગ 2 કિંમત રૂ 5,500, રોકડા રૂપિયા 750 અને એક મોટર સાયકલ કિંમત રૂ. 30 હજાર મળી કુલ 1,14,63,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

માલ મગાવનારા અને મોકલનારા ત્રણ વોન્ટેડ

જ્યારે બિકાસની ધરપકડ કરી માલ મગાવનારા બાબુ નાહક અને વિક્રમ મગલું પરિદા ઉર્ફે વિકુ (બંને રહે કતારગામ, ઉત્કલનગર, સુરત મૂળ રહે સચીના, થાના કોદલા, જિ. ગંજામ, ઓડીસા) તેમ જ માલ આપનારા સીબરામ નાહકને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details