ગુજરાત

gujarat

નજર હટી દુર્ઘટના ઘટી, કારચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 9 વિદ્યાર્થી થયા ઈજાગ્રસ્ત

By

Published : Sep 13, 2022, 2:26 PM IST

સુરતમાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અહીં કારચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા વાનમાં બેઠેલા 9 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર બાદ સ્કૂલ વાન આખી પલટી ગઈ હતી. School Van Accident, speeding car accident in surat, school student injured.

નજર હટી દુર્ઘટના ઘટી, કારચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 9 વિદ્યાર્થી થયા ઈજાગ્રસ્ત
નજર હટી દુર્ઘટના ઘટી, કારચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 9 વિદ્યાર્થી થયા ઈજાગ્રસ્ત

સુરતશહેરના અલથાણ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં એક કારચાલકે સ્કૂલ વાનને (School Van Accident in surat) જોરદાર ટક્કર મારતાં વાનમાં બેઠેલા 9 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત (school student injured) થયા હતા. જોકે, એક વિદ્યાર્થિનીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

કારે વાનને લીધી અડફેટે

કારે વાનને લીધી અડફેટે આ અંગે મળતી માહિતી અનુસાર, આશરે સવારે 6:10 વાગ્યે શહેરના અલથાણ વિસ્તારમાં શારદા યતન શાળાની (saradayatan school) વાન પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક કિયાના કારના ચાલકે તેને અડફેટમાં લેતા શાળાની વાન પલટી થઈ ગઈ (School Van Accident in surat) હતી. આ વાનમાં આશરે 9 જેટલા વિદ્યાર્થીઓ હતા.

શાળાની વાન CNG હતી વાન પલટી થતા ત્યાં મોર્નિંગ વૉક માટે આવેલા લોકો સ્થળે દોડી આવ્યા હતા અને આશરે 15થી 20 જેટલા લોકોએ વાનને સીધી કરી હતી. તેમ જ બાળકોને હેમખેમ કરી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જોકે, શાળાની વાન CNG હતી. જોકે, 2-2 ટક્કર વાગ્યા છતાં કોઈ મોટી દુર્ઘટના થઈ નહતી. તો આ ઘટનાને નજરે જોનારા સ્થાનિક ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, પૂરઝડપે અહીં કાર આવી રહી હતી. સ્પીડબ્રેકર (speed breaker surat) ન હોવાના કારણે અહીં અવારનવાર દુર્ઘટના બનતી હોય છે. એટલું જ નહીં, એક વ્યક્તિ થોડાક સમય પહેલા અકસ્માતમાં (School Van Accident in surat) મૃત્યુ પણ પામ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details