ગુજરાત

gujarat

રક્ષાબંધનના તહેવારમાં સુરતીઓએ તે મીઠાઈ આરોગી લીધા બાદ રીપોર્ટ આવ્યો અનફીટ

By

Published : Aug 26, 2021, 5:43 PM IST

તહેવારોને લઈને મનપાના આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જેમાં 4 દુકાનોનો રીપોર્ટ અનફીટ આવ્યો હતો. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ ગયો અને સુરતીઓ તે મીઠાઈ આરોગી લીધા બાદ તેનો રીપોર્ટ અનફીટ આવતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.

રક્ષાબંધનના તહેવારમાં સુરતીઓએ તે મીઠાઈ આરોગી લીધા બાદ રીપોર્ટ આવ્યો અનફીટ
રક્ષાબંધનના તહેવારમાં સુરતીઓએ તે મીઠાઈ આરોગી લીધા બાદ રીપોર્ટ આવ્યો અનફીટ

  • આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતાં
  • લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ તેનો રીપોર્ટ અનફીટ આવ્યો છે.
  • 17 તારીખે 44 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાં 4 સેમ્પલનો રીપોર્ટ અનફીટ

સુરત : સુરતમાં દર વર્ષે તહેવારો સમયે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મીઠાઈ અને ડેરી પ્રોડક્ટની દુકાનોમાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ મનપાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરી હતી. જેમાં મનપાએ અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા હતાં. પરંતુ ઘોડા નાસી ગયાં બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સામે આવ્યો છે. લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ તેનો રીપોર્ટ અનફીટ આવ્યો છે. સુરતમાં 4 દુકાનોનો રીપોર્ટ અનફીટ આવતા દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતાં
સીઝ કરેલો જથ્થો હતો તેનો નાશ કર્યો હતોઆરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે તહેવારોને લઈને સુરતમાં આવેલી જુદી જુદી મીઠાઈ અને ડેરી પ્રોડક્ટની દુકાનોમાં તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેની અંદર 17 તારીખે 44 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 4 સેમ્પલનો રીપોર્ટ અનફીટ આવ્યો હતો. આ ઉપરાંત જે જથ્થો સીઝ કરેલો હતો તેનો નાશ કર્યો હતો. અલથાણની ઠાકોરજી સ્વિટ્સ, વરાછા મિનિબજારની રામેશ્વરમ ડેરી એન્ડ સ્વિટ્સ અને પાંડેસરાની અંબિકા માવાવાળાને દંડ ફટકારવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ, 10 દુકાનોમાં ચેકિંગ

ABOUT THE AUTHOR

...view details