ગુજરાત

gujarat

સુરતમાં ચીનનો ભારે વિરોધ, રાષ્ટ્રપતિ જિનપિંંગની તસ્વીર પરથી વાહન પસાર કરવામાં આવ્યાં

By

Published : Jun 18, 2020, 8:16 PM IST

પૂર્વ લદાખમાં ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સરહદી વિવાદમાં દેશના 20 જેટલા જવાન શહીદ થયા છે. જેથી સમગ્ર દેશમાં ચીન પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ સ્થળે પ્રદર્શન અને દેખાવો યોજીને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત સુરતમાં ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના તસ્વીર પરથી વાહનો પસાર કરવામાં આવ્યાં હતાં

ETV BHARAT
સુરતઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીર પરથી વાહન પસાર કર્યાં

સુરતઃ શહેરના પીપલોદ વિસ્તારમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફાઉન્ડેશન દ્વારા ચાઈનાની કંપનીના 5 TV પણ ફોડવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીર પરથી વાહનો પસાર કરવામાં આવ્યાં હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીર પરથી વાહન પસાર કરવામાં આવ્યાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીર પરથી વાહન પસાર કરવામાં આવ્યાં

આ અંગે દિશા ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચીની સૈનિકોએ કાયરતાભરી કરતુત કરી છે. જેને દેશના નાગરિકો વખોડે છે. આ સાથે જ ચીનના આ કૃત્ય સામે દિશા ફાઉન્ડેશન ચીનની તમામ પ્રોડક્ટનો આજથી બહિષ્કાર કરે છે અને શહેર તેમજ દેશની જનતાને પણ ચીની પ્રોડક્ટ નહીં ખરીદવા આહ્વાન કરે છે.

ABOUT THE AUTHOR

...view details