ગુજરાત

gujarat

દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે CBI તપાસની માગ

By

Published : Mar 9, 2021, 7:13 PM IST

Updated : Mar 9, 2021, 7:53 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે ગુજરાત આદિવાસી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને CBI તપાસની માગ કરાઈ હતી.

સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસની માગ
સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસની માગ

  • દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરે કરી હતી આત્મહત્યા
  • મુંબઈની હોટલમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો મૃતહેદ
  • આદિવાસી સમાજનાં ગજાવર નેતાનાં અપમૃત્યુથી લોકોમાં ભારે રોષ


સુરત: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટેલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મોહન ડેલકરના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે સુરતમાં આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ઘટનામાં CBI તપાસની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું


જો CBI તપાસ નહીં સોંપાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

મોહન ડેલકર સમગ્ર આદિવાસી વિસ્તારના ગજાવર નેતા હતા. મોહન ડેલકરના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતને લઇને અનેક સવાલો ઉભા થયા છે. તેઓ સતત સાત ટર્મ સુધી સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ તરીકે જીતીને લોકસભામાં પ્રદેશનો અવાજ બન્યા હતા. મોહન ડેલકરના મોતને લઈને આદિવાસી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમના મોતની તપાસ તટસ્થપણે CBI દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને જો આ ઘટનામાં યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આદિવાસી સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:સાંસદ મોહન ડેલકરના અંતિમ દર્શન માટે ઉમટ્યો જનસૈલાબ

Last Updated :Mar 9, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details