ગુજરાત

gujarat

અલ્પેશ કથિરિયાએ 26મી ઓગસ્ટને ગણાવ્યો પાટીદાર ક્રાંતિ દિવસ

By

Published : Aug 29, 2022, 9:43 AM IST

સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં PAAS નેતા અલ્પેશ કથિરિયા પણ જોડાયા હતા. અહીં તેમણે 26 ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસ ગણાવ્યો હતો. સાથે જ તેમણે પાટીદાર પોતે જ એક શક્તિ પ્રદર્શન હોવાનું નિવેદન આપ્યું હતું. azadi ka amrit mahotsav news, Patidar Leader Alpesh kathiriya, tiranga yatra surat 2022.

અલ્પેશ કથિરિયાએ 26મી ઓગસ્ટને ગણાવ્યો પાટીદાર ક્રાંતિ દિવસ
અલ્પેશ કથિરિયાએ 26મી ઓગસ્ટને ગણાવ્યો પાટીદાર ક્રાંતિ દિવસ

સુરતપાટીદાર આંદોલનને 7 વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (azadi ka amrit mahotsav news) તિરંગા યાત્રા યોજવામાં આવી (tiranga yatra surat 2022) હતી, જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા (Patidar Leader Alpesh kathiriya) સહિત પાટીદાર અગ્રણીઓ જોવા મળ્યા હતા. તો અહીં પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચોપ્રધાન ત્રિવેદીની તિરંગાયાત્રામાં કેજરીવાલનું ભાષણ

પાટીદાર એ જ શક્તિ પ્રદર્શનઆ અંગે PAASના નેતા અલ્પેશ કથેરિયાએ (Patidar Leader Alpesh kathiriya) જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટ એ પાટીદાર સમાજનો દિવસ ક્રાંતિ દિવસ છે. તેમ જ આઝાદીના 75મા અમૃત મોહત્સવ (azadi ka amrit mahotsav news)અંતર્ગત આ ત્રિરંગા પદયાત્રાનું આયોજન (tiranga yatra surat 2022) કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર પોતે જ એક શક્તિ પ્રદર્શન છે.

પાટીદાર આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા યોજાઈ યાત્રા પાટીદાર આંદોલનને 26 ઓગસ્ટે 7 વર્ષ પૂર્ણ થતાં આ ત્રિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી. તે અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ 75મી ત્રિરંગા પદયાત્રા (azadi ka amrit mahotsav news)યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પણ આ યાત્રામાં જોડાયા હતા.

પાટીદાર પોતે જ એક શક્તિપ્રદર્શન છે

આ પણ વાંચોએ કોણ વ્યક્તિ, કે જેના કારણે પાટિલને ભાષણ અધૂરું છોડવું પડ્યું...

7 કિમી લાંબી યાત્રા આ ઉપરાંત શહેરના સમાજસેવક મહેશ સવાણી, ટેક્સટાઇલ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા પણ જોડાયા હતા. આ ત્રિરંગા પદયાત્રા (tiranga yatra surat 2022) શહેરના યોગી ચોકથી માનગઢ ચોક કુલ 7 કિલોમીટરની છે, જેને લઈને ખૂબ જ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો. તો આ યાત્રામાં કૉંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીના કેટલાક રાજકીય નેતાઓ અને કોર્પોરેટરો જોડાયા હતા. એટલે કે, કહી શકાય છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) કોઈ મોટો ફેરફાર થઈ શકે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details