ગુજરાત

gujarat

"અમારા પ્રશ્નો હલ નહીં થાય તો 2022ની ચૂંટણીમાં એની અસરો જોવા મળશે" PAAS કેમ આપી આવી પ્રતિક્રિયા

By

Published : Jun 2, 2022, 3:03 PM IST

Updated : Jun 2, 2022, 3:27 PM IST

"અમારા પ્રશ્નો હલ નહીં થાય તો 2022ની ચૂંટણીમાં એની અસરો જોવા મળશે" PAAS કેમ આપી આવી પ્રતિક્રિયા
"અમારા પ્રશ્નો હલ નહીં થાય તો 2022ની ચૂંટણીમાં એની અસરો જોવા મળશે" PAAS કેમ આપી આવી પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિક પટેલના સાથી અલ્પેશ કથીરિયાની હાર્દિકના ભાજપ પ્રવેશને (Hardik Patel Join BJP) લઇને પાસની પ્રતિક્રિયા સામે આવી છે. શુભેચ્છા દર્શાવવા સાથે કથીરિયાએ (PAAS Reaction On Hardik Patel) ચીમકી પણ ઉચ્ચારી છે.

સુરત : કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ (Hardik Patel Join BJP)ગયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જ્યારે બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ (Pass convener Alpesh Kathiria) હાર્દિકને લઇ કહ્યું હતું કે જો અમારા પ્રશ્નનો હલ નહીં થાય તો 2022ની ચૂંટણીમાં એની અસરો (PAAS Reaction On Hardik Patel) જોવા મળશે.

હાર્દિક પટેલ ભાજપમાં ગયા એની શુભેચ્છા

આ પણ વાંચોઃ રાષ્ટ્ર અને રાજ્યનું હિત માત્ર એક જ પાર્ટી કરી શકશે તે છે ભાજપઃ હાર્દિક પટેલ

શુભેચ્છા પણ આપી - હાર્દિક પટેલ ભાજપમાં જોડાયાને (Hardik Patel Join BJP)લઈને પાસના નેતા અલ્પેશ કથેરિયાએ (Pass convener Alpesh Kathiria)નિવેદન આપતા જણાવ્યું (PAAS Reaction On Hardik Patel) હતું કે, એમનો નિર્ણય વ્યક્તિગત છે. એમની નવા કારકિર્દીને શુભેચ્છાઓ. સમાજની બે માગણીઓ છે તે તેમની માટે પડકારરૂપ રહેશે.પાટીદાર સમાજના લોકો જે લોકો અનામત આંદોલનમાં હતાં અને જે લોકો આજદિન સુધી કેસ લડી રહ્યા છે. જેમની ઉપર રાજદ્રોહ કેસ હતાં તેવા કેસ પરત ખેંચાય તેવા પ્રયત્ન કરે.

આ પણ વાંચોઃ ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલએ વડાપ્રધાન મોદી વિશે કર્યું ટ્વિટ

હાર્દિક ક્યાંથી ચૂંટણી લડશે -અલ્પેશે વધુમાં જણાવ્યું (PAAS Reaction On Hardik Patel) હતું કે હાર્દિક પટેલ પણ ભાજપ સાથે બેસવા તૈયાર થઇ ગયો છે અને ભાજપ પણ હાર્દિક (Hardik Patel Join BJP)સાથે બેસવા તૈયાર થઇ ગયો છે. આમાં બંનેએ સમાધાન કર્યું હશે. ચૂંટણીને હજી વાર છે મુદ્દાઓ બાબતે ભારતીય જનતા પાર્ટી શું કરે એ જાણવું જરૂરી છે. હાર્દિક ક્યાંથી ચૂંટણી લડશે એ તો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે કે ન આપે એ ભવિષ્યની બાબત છે. જો અમારા પ્રશ્નનો હાલ નહીં થશે તો 2022ની ચૂંટણીમાં એની (Pass convener Alpesh Kathiria) અસરો જોવા મળશે.

Last Updated :Jun 2, 2022, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details