ગુજરાત

gujarat

માનસિક દિવ્યાંગ બાળકોએ રોશની ફેલાવી જમાવ્યું આકર્ષણ

By

Published : Oct 17, 2022, 12:04 PM IST

સુરતમાં માનસિક દિવ્યાંગ બાળકોએ ગુજરાતના (Diwali festival in Surat) બેરોજગાર યુવાનોને નવી દિશા ચીંધી છે.  માનસિક દિવ્યાંગ બાળકોએ તહેવાર (lantern making diwali festival) નિમિત્તે કલર ફુલ દિવડા બનાવીને આકર્ષણ જમાવ્યું છે. ત્યારે શું છે સમગ્ર વાત આવો જાણીએ. (Mentally challenged children in Surat)

માનસિક દિવ્યાંગ બાળકોએ રોશની ફેલાવી જમાવ્યું આકર્ષણ
માનસિક દિવ્યાંગ બાળકોએ રોશની ફેલાવી જમાવ્યું આકર્ષણ

સુરત શહેરના માનસિક દિવ્યાંગ બાળકોએ દિવાળી નિમિત્તે હજારો દીવડા (Diwali festival in Surat) બનાવી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને એક નવી દિશા ચીંધી છે. માનસિક દિવ્યાંગ સ્કૂલના બાળકો દ્વારા બનાવાયેલા દીવડાઓએ આકર્ષણ જમાવ્યું છે. રૂપિયા 10થી લઇને 25 સુધી વિવિધ રંગ રૂપ અને આકારમાં બનાવાયેલા આ દીવડાઓ માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવ્યા છે. બાળકો દ્વારા વિવિધ ડિઝાઇન અને રંગના દીવા બનાવવામાં આવ્યા છે. (lantern making diwali festival)

દિવાળી માટે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવડાઓએ આકર્ષણ જમાવ્યું

તહેવારને અનુરૂપ બાળકોનું કાર્ય શહેરના રાંદેર અડાજણ પાટીયા વિસ્તારની શિલ્પા સ્કૂલ ઓફ સ્પેશિયલ ચિલ્ડ્રનના 100 જેટલા ડાઉન સિન્ડ્રોમ માઈલ્ડ કેટેગરી અને મોડરેટ કેટેગરી, સીપી, ઓટીસ્ટીક, ADHD કેટેગરીના બાળકોએ (Lamps on festival Diwali) પ્રોફેશનલ વ્યક્તિઓને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા દીવડાઓ બનાવ્યા છે.શાળામાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. આ ખાસ પ્રકારની એક્ટિવિટીના કારણે તેમનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. 5 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે અને 18 વર્ષ સુધી આ ટ્રેનિંગ તેમને આપવામાં આવે છે. આવા બાળકો આત્મનિર્ભર બને તે હેતુથી તહેવારને અનુરૂપ અનેક ચીજવસ્તુઓ તેઓ બનાવે છે. (Mentally challenged children in Surat)

ગિફ્ટ કીટનો ઓર્ડરઆ અંગે શાળાના આચાર્ય બરનાલી શેઠે જણાવ્યું હતું કે, શાળામાં 100 બાળકો છે. 5 વર્ષના બાળકોથી લઈને 45 વર્ષ સુધીના લોકો અહીં છે. 18 વર્ષથી ઉપરના બાળકો માટે અમે વોકેશનલ યુનિટ શરૂ કર્યું છે. જેમાં રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળીને લઈને અનેક વસ્તુઓ શીખવાડવામાં આવે છે. ઘર સજાવટની વસ્તુઓ, દીવામાં કલર કરવો, મીણબત્તી બનાવવી વગેરે જેવી અનેક વસ્તુઓ સરળતાથી તેઓ બનાવે છે. તેઓ માત્ર વસ્તુઓ બનાવવાનું જ નહી, પરંતુ પેકિંગ કરવાનું કામ પણ કરે છે. અલગ અલગ કંપનીઓ તરફથી ગિફ્ટ કીટનો ઓર્ડર આવે છે. તેમાંથી થતી આવક બાળકો માટે ઉપયોગમાં લેવાય છે. દિવાળીને લઈને ચાર પાંચ મહિના પહેલાથી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. જોકે આ વર્ષે દિવાળી જલ્દી હોવાથી બે ત્રણ મહિનામાં કામ કરી શકાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે. (Diwali 2022 in Surat)

ABOUT THE AUTHOR

...view details