ગુજરાત

gujarat

Lajpore Jail Surat Video: બીજા લોકો ગુનો ન કરે માટે કેદીઓએ વર્ણવી પોતાની આપવીતી, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શેર કર્યો વિડીયો

By

Published : Apr 4, 2022, 9:39 PM IST

Updated : Apr 5, 2022, 10:47 AM IST

બીજા લોકો ગુનો ન કરે માટે કેદીઓએ વર્ણવી પોતાની આપવીતી

સુરતની લાજપોર જેલે લોકો ગુનાખોરી તરફ ન વળે તે માટે કેદીઓનો હ્રદયસ્પર્શી વિડીયો (Lajpore Jail Surat Video) બનાવ્યો છે. આ વિડીયોમાં કેદીઓ પોતાના પરિવાર અને સંતાઓએ કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે વિશે જણાવી રહ્યા છે. ગુજરાતના ગૃહપ્રધાને પણ આ વિડીયો શેર કર્યો છે.

સુરત:લાજપોર જેલ તંત્ર દ્વારા કેદીઓની આપવીતીનો વિડીયો (Lajpore Jail Surat Video) જાહેર કરવામાં આવ્યો છે. લાજપોર જેલ પ્રશાસન દ્વારા ગુનો (Crime In Gujarat) કર્યા બાદ આરોપીના પરિવારજનો તેમજ સંતાનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને વેદનાઓનો ચિતાર વર્ણવતો કેદીઓનો વિડીયો (Video of prisoners Surat) બનાવવામાં આવ્યો છે, જેને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે.

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ શેર કર્યો વિડીયો.

આ પણ વાંચો:કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House

ગુનેગારો પોતે કરેલા ગુનાનો પસ્તાવો કરી રહ્યા છે- હૃદયસ્પર્શી વિડીયોને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શેર કરીને લોકો ગુના તરફ ન વળે તે માટે અપીલ કરી છે. ક્ષણભરના ગુસ્સાને કારણે કેદીઓને તો વર્ષો સુધી પરિવારથી અલગ રહેવું જ પડે છે, પરંતુ બીજી બાજુ તેમના પરિવારજનોએ પણ સામાજિક રીતે અનેક યાતનાઓ ભોગવવી પડતી હોવાનું કેદીઓ ખુદ જણાવી રહ્યા છે. વિડીયોમાં ગુનેગારો પોતે કરેલા ગુનાનો પસ્તાવો કરી રહ્યા હોય તેવું જણાવી રહ્યા છે. સાથે જ તેઓ પારિવારિક (Family difficulties of prisoners gujarat), સામાજિક (social difficulties of the prisoners gujarat), આર્થિક અને શારીરિક રીતે દુઃખી હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:Sajju Kothari Arrested In Surat: માથાભારે સજ્જુ કોઠારી ઝડપાયો, પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો

ઘર-પરિવારનું ખુબ નુકસાન થયું-લાજપોર જેલ તંત્ર દ્વારા જેલમાં અલગ ગુનાના 5 ગુનેગારોનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જેલવાસ ભોગવી રહેલો એક કેદી (prisoners in gujarat ) જણાવે છે કે, ઘર-પરિવારનું ખુબ નુકસાન થયું છે. 1-2 વર્ષે પરિવાર સાથે મુલાકાત થાય છે. મારી સાથે મારા ઘરવાળા પણ સજા ભોગવી રહ્યા છે. થોડી મિનિટના ગુસ્સામાં મોટો ગુનો ન કરો જેનાથી તમને અને તમારા પરિવારને ભોગવવું પડે.

Last Updated :Apr 5, 2022, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details