Sajju Kothari Arrested In Surat: માથાભારે સજ્જુ કોઠારી ઝડપાયો, પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો

author img

By

Published : Mar 26, 2022, 3:08 PM IST

Updated : Mar 26, 2022, 3:25 PM IST

Sajju Kothari Arrested In Surat: પોલીસને ચકમો આપીને ભાગી છૂટેલો સુરતનો માથાભારે સજ્જુ કોઠારી ઝડપાયો

લાજપોર જેલ બહારથી રાંદેર પોલીસને ચકમો આપીને નાસી છૂટેલો સજ્જુ કોઠારી (Sajju Kothari Arrested In Surat) ઝડપાઈ ગયો છે. સજ્જુ કોઠારી તેના ઘરમાં પહેલા માળે ગુપ્ત રૂમમાં આરામ ફરમાવતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચના ACP સાથે પોલીસ જવાનો કુખ્યાત સજ્જુની ધરપકડ કરવા તેના ઘરે પહોંચ્યા હતાં.

સુરત: શહેરના નાનપુરા જમરુખ ગલીના માથાભારે સજ્જુ કોઠારી (Sajju Kothari Arrested In Surat) ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને (Crime Branch Surat) તેના ઘરમાં જ બનાવાયેલા ગુપ્ત રૂમમાંથી દબોચી લીધો છે. પોલીસ તેને ચારેય તરફ શોધતી હતી અને સજ્જુ રૂમમાં આરામ ફરમાવતો હતો. સજ્જુ કોઠારીની સામે સુરત સિટી પોલીસ (Surat City Police) કાયદાનો સકંજો વધુને વધુ કસી રહી છે. પોલીસથી બચવા માટે સજ્જુ અનેક પેંતરા અજમાવી ચૂક્યો છે, પણ પોલીસ હજુ સુધી હંમેશા એક પગલું આગળ રહી છે.

સજ્જુ પોતાના રૂમમાં આરામ ફરમાવતો હતો.

બાજુના બિલ્ડિંગમાંથી સજ્જુનો સાગરીત પણ ઝડપાયો- લાજપોર જેલ (lajpore jail surat)ની બહારથી નાસી ગયા બાદ સજ્જુને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. પોલીસે જમરૂખ ગલી (Jamrukh Gali Surat)ના તેના ઘરેથી જ સજ્જુને દબોચી લીધો હતો. ઘરમાં પહેલા માળે તેણે એક ગુપ્ત રૂમ બનાવ્યો હતો. તે તેમાં છૂપાઈને બેઠો હતો, ત્યારે જ ઝડપાઈ ગયો હતો. પોલીસે બાજુના બિલ્ડિંગમાંથી તેના સાગરીત જેની સામે પણ ગુજસીટોકનો ગુનો (gujctoc act surat) નોંધાયો છે તે સમીર શેખને પણ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Fraud merchant in Surat: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારી સાથે 14.58 લાખ રૂપિયાની ઠગાઈ

બિલ્ડર્સને ફોન કરીને આપતો હતો ધમકી- છેલ્લાં ઘણા સમયથી નાનપુરા જમરૂખ ગલીનો માથાભારે સજ્જુ કોઠારી એક બાદ એક ગંભીર ગુનાઓ કરી રહ્યો હતો. કોઈપણ બિલ્ડરને ફોન કરીને તેની પાસે ખંડણી માંગવી (Ransom demand In Surat) તો તેના માટે સામાન્ય બાબત થઈ ગઈ હતી. જો કે તેની સામે ગુના પણ નોંધાયા હતા અને તાજેતરમાં જ સુરત મનપા (Surat Municipal Corporation)એ તેના ઘર પાસે બનાવેલી ગેરકાયદેસર ક્લબ પણ તોડી પાડી હતી. છેલ્લે સજ્જુ કોઠારી લાજપોર જેલ બહારથી રાંદેર પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો.

રૂમના લાકડાના પાર્ટીશનને પોલીસે તોડી પાડ્યું-ઘણા દિવસોથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સજ્જુની વોચમાં હતી અને ખાતરી થઈ જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાનપુરા જમરૂખ ગલીમાં આવેલા સજ્જુ કોઠારીના ઘરે પહોંચી હતી. તેના ઘરના પહેલા માળે દાદરની નીચેના ભાગમાં લાકડાનું પાર્ટીશન કરી અંદરના ભાગે એક રૂમ બનાવવામાં આવી હતી, જેથી કોઈને પાછળ રૂમ છે તે ખબર ન પડે. તે રૂમના લાકડાના પાર્ટીશનને પોલીસે તોડી પાડ્યું હતું અને અંદર બેઠેલા સજજુ કોઠારીને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Fire in Surat Bank: સુરતના બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આગ લાગતા રૂમ બળીને ખાખ

5 માળની બિલ્ડિંગમાં મુખ્ય દરવાજો પણ બંધ હતો- સજ્જુની ગણતરી એવી હતી કે પોલીસ તેને બહાર શોધે છે અને તે આરામથી ઘરે છૂપાઈ રહેશે. જ્યારે પણ પોલીસ તેના ઘરે જતી ત્યારે મહિલાઓ આગળ આવીને પોલીસને રોકતી હતી. આ વખતે પણ તેના સાગરીતોએ પોલીસને ઘેરી લીધી હતી. જો કે પોલીસે બળપ્રયોગ કરીને ત્યાંથી સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચના ACP આર. સરવૈયા સહિત 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુની ધરપકડ કરવા તેના ઘરે પહોંચ્યા હતા. પોલીસે જ્યારે બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ 5 માળની બિલ્ડિંગમાં મુખ્ય દરવાજો પણ બંધ હતો.

Last Updated :Mar 26, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.