ETV Bharat / city

Fraud merchant in Surat: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારી સાથે 14.58 લાખ રૂપિયાની ઠગાઈ

author img

By

Published : Mar 26, 2022, 1:32 PM IST

Fraud merchant in Surat: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારી સાથે 14.58 લાખ રૂપિયાની ઠગાઈ
Fraud merchant in Surat: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારી સાથે 14.58 લાખ રૂપિયાની ઠગાઈ

સુરતમાં સોશિયલ મીડિયા પર ડ્રાય ફ્રુટ વેચવાની (Fraud merchant in Surat)જાહેરાત મૂકી સુરતના વેપારી પાસેથી ઓર્ડર એડવાન્સ 14.58 લાખ રૂપિયા મેળવી લઇ ઠગાઈ આચરવામાં આવી હતી. આ બનાવ અંગે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં( Cyber Crime Surat )ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અમદાવાદથી એક આરોપીની ધરપકડ કરી છે.

સુરતઃ શહેરમાં રહેતા વેપારીએ સોશિયલ મીડિયા પર ડ્રાય ફ્રુટ (Fraud merchant in Surat)વેચવાની જાહેરાત જોઈ હતી. જેથી તેમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામે વ્યક્તિએ પોતાની ઓળખ સુધીર ભાઈ તરીકે આપી હતી. સુરતના વેપારીને કાજુના ટુકડા માર્કેટ ભાવ( Cyber Crime Surat ) કરતા ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી. જેથી વેપારીએ સૌપ્રથમ સેમ્પલ પેટે બે ડબ્બા મંગાવ્યા હતા. કાજુ બરોબર લાગતા વેપારીએ ટુકડે ટુકડે 3540 કિલો ઓર્ડર આપ્યો હતો અને તેના 14.58 લાખ રૂપિયા રામદેવ ડ્રાયફ્રુટ નામના બેંક એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા.

વેપારી સાથે ઠગાઈ થઇ - જો કે રૂપિયા એડવાન્સ મોકલ્યા બાદ કાજુની ડીલીવરી મળી ના હતી(Fraud with Surat dry fruit trader)અને રૂપિયા પણ પરત મળ્યા ના હતા. જેથી વેપારીને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા તેણે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સાયબર ક્રાઈમની ટીમે અમદાવાદમાં આવેલા ગોતા ચોકડી પાસે રહેતા દીપેશ કિશોર મકવાણાની (Gota Chokdi in Ahmedabad)ધરપકડ કરી હતી.

વેપારી સાથે ઠગાઈ

આ પણ વાંચોઃ સુરતમાં ન્યુ ટેક્સટાઈલ માર્કેટ અને રઘુકુળ ટ્રેક્ટર માર્કેટના વેપારી સાથે ઠગાઈ

એડવાન્સ રૂપિયા લઇ લીધા - પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં રહેતા વેપારીએ દિવાળીના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામનું એક પેજ જોયું હતું. જેમાં કાજુનું વેચાણ થતું હતું. જેથી વેપારીએ તેમાં આપેલા નબંર સંપર્ક કર્યો હતો. જેમાં આરોપીએ પોતાનું સુધીરભાઈ ખોટું નામ જણાવ્યું હતું. બાદમાં માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે કાજુના ટુકડા આપવાની લાલચ આપી હતી અને સૌ પ્રથમ સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં વેપારીએ મોટો ઓર્ડર આપતા એડવાન્સ રૂપિયા લઇ લીધા હતા. અને ત્યારબાદ કાજુ પણ મોકલ્યા ના હતા અને રૂપિયા પરત પણ આપ્યા ના હતા.

પોલીસે આરોપીને ઝડપી લીધો - આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. આરોપીનો હાલ કોઈ પૂર્વ ઇતિહાસ નથી પરંતુ આવી રીતે તેણે અન્ય કેટલાક લોકો સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ આખા કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હશે તો તેની પણ ધરપકડ કરશે.
આ પણ વાંચોઃ પલસાણા ગામનો ઉપસરપંચ બન્યો Fake Deputy Mamlatdar, મુંબઈના વેપારી સાથે કરી 35 લાખની ઠગાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.