ETV Bharat / state

પલસાણા ગામનો ઉપસરપંચ બન્યો Fake Deputy Mamlatdar, મુંબઈના વેપારી સાથે કરી 35 લાખની ઠગાઈ

author img

By

Published : Oct 23, 2021, 5:15 PM IST

Updated : Oct 23, 2021, 6:02 PM IST

મુંબઈમાં કંપની ધરાવતા વેપારીની પારડીના ખડકીમાં આવેલી બિન ખેતી જમીનમાંની ભૂલ સુધારવા માટે મામલતદાર કચેરી આવ્યાં હતાં. જ્યાં પલસાણાના ઉપસરપંચના સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે કામ થઈ જવાનું જણાવી જમીન અન્ય ક્ષેત્રમાં આપવાનું કહ્યું અને પોતાને નાયબ મામલતદાર ( Fake Deputy Mamlatdar) જણાવી 35 લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. વેપારીની ફરિયાદ બાદ ઉપસરપંચની ધરપકડ કરવામાં આવી છે.

પલસાણા ગામનો ઉપસરપંચ બન્યો Fake Deputy Mamlatdar, મુંબઈના વેપારી સાથે કરી 35 લાખની ઠગાઈ
પલસાણા ગામનો ઉપસરપંચ બન્યો Fake Deputy Mamlatdar, મુંબઈના વેપારી સાથે કરી 35 લાખની ઠગાઈ

  • નાયબ મામલતદાર બની ખોટા સહીસિકકા કરીને ઠગાઈ કરી
  • હાઇવે માર્જિનમાં જમીન આવતી હોવાનું જણાવી 110 રૂપિયા સ્કવેરફુટ જમીન અપાવવાનો ઝાંસો આપ્યો
  • પલસાણાના મિતલ જોશીએ નાયબ મામલતદાર બનીને કસબ અજમાવી 35 લાખ સેરવી લીધાં
  • મુંબઈના વેપારીને પારડી મામલતદાર કચેરીમાં મિત્તલ આવ્યો હતો સંપર્કમાં

વલસાડઃ મુંબઈમાં નેપિયન્સી રોડ પર રહેતાં અને વતન એન્ટરપ્રાઈઝ પ્રા. લી. નામની કંપની ધરાવતા સુરેશભાઈ ગોરધનદાસ મખીજા પોતાની માલિકીની કંપની વતન એન્ટરપ્રાઈઝ પ્રા. લી.ની નામે ચાલી આવતી પારડી તાલુકાની ખડકી ખાતેની સર્વે નંબર 1454 બિન ખેતીની જમીનમાં સ્પેલિંગમાં ભૂલ સુધરાવવા માટે પારડી મામલતદાર કચેરી ખાતે આવતા તેમનો ભેટો મિસ્ટર.નટવરલાલ એવા મિત્તલ હર્ષદરાય જોશી સાથે થયો હતો.

મિત્તલ જોશી મામલતદાર કચેરીમાં પડ્યોપાથર્યો રહેતો અને ટાઉટ તરીકે કામ કરતો

ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે પડ્યા પાથર્યા રહેતાં અને સેટીંગનું કામ કરી લોકોને છેતરતા મિત્તલ જોશીએ સુરેશભાઈને છેતરવા તરકીબ અજમાવી. પોતે પારડી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર ( Fake Deputy Mamlatdar) છે અને બે દિવસમાં કામ થઇ જશે તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.

પોતે નાયબ મામલતદાર હોવાનું જણાવી કરી છેતરપિંડી

મિત્તલ જોશીએ પોતાની વાકછટા અને ચાલાકી અપનાવી જમીનના માલિક સુરેશભાઈને તમારી જમીન હાઇવે માજિગમાં છે આ જમીનના બદલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના (PM Modi) હેઠળ તમને 8000 સ્કવેરફૂટ જેટલી બીજી જગ્યા મળશે તેમ જણાવી 110 રૂપિયા સ્કવેરફૂટ લેખે ટૂકડેટુકડે 35 લાખ જેટલી માતબર રકમ જમીન માલિક સુરેશભાઈ પાસે પડાવી લઇ છેતરપિંડી કરી હતી.

વેપારીની ફરિયાદ બાદ ઉપસરપંચની ધરપકડ કરવામાં આવી છે

ખોટા હુકમો તેમજ કલેકટરના પણ કાગળો બનાવીને આપ્યાં

આટલેથી ન અટકતાં મિત્તલે સરકાર સાથે પણ વિશ્વાસઘાત કરી પોતે નાયબ મામલતદાર ( Fake Deputy Mamlatdar) બની સરકારી દસ્તાવેજો , સિક્કાઓ તથા કલેકટરના પણ ડુપ્લિકેટ કાગળો , હુકમો બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશને જમીન માલિક સુરેશભાઈએ નોંધાવી હતી.

પોલીસે મિત્તલ જોશીની ધરપકડ કરી

પારડી પોલીસે પલસાણાના ઉપસરપંચ એવા મિત્તલ હર્ષદરાય જોશીની ઇ.પી. કો. કલમ 406 , 420 , 465 , 467 , 418 , 471 મુજબ ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ સસ્તા ભાવે ટેબલેટ આપવાના બહાને 18 જેટલા ટ્યુશન સંચાલકો સાથે થઇ દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકના નામે લોકો સાથે કરાઈ રહી છે છેતરપિંડી

Last Updated : Oct 23, 2021, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.