ગુજરાત

gujarat

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે નવેમ્બરની ટ્રેનોમાં પણ વેઈટીંગ

By

Published : Jul 27, 2021, 7:20 PM IST

Updated : Jul 29, 2021, 3:54 PM IST

લોકો હજુ પણ કોરોનાની બીજી લહેરને ભૂલ્યા નથી પરંતુ જે રીતે હાલ ટ્રેનમાં રિઝર્વેશન થઈ રહ્યું છે. ટિકિટ માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે તેનાથી કહી શકાય કે લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયા છે. સુરતથી ઉત્તર ભારત તરફ જનારી લાંબી રૂટની તમામ ટ્રેનોમાં ચાર મહિના પહેલાથી જ 100 થી વધુ વેટિંગ લિસ્ટમાં મળી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે 4 મહિના પહેલા ટ્રેન ટિકિટ બુક
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે 4 મહિના પહેલા ટ્રેન ટિકિટ બુક

  • ઉત્તર ભારત તરફ જવાની ટ્રેન અત્યારથી જ ફુલ
  • દિવાળી અને છઠ્ઠપૂજા માટે 4 મહિના પહેલા ટ્રેન બુક
  • ટ્રેનોમાં ચાર મહિના પહેલાથી જ 100 થી વધુ વેટિંગ લિસ્ટ

સુરત: લોકો હજુ પણ કોરોનાની બીજી લહેરને ભૂલ્યા નથી પરંતુ જે રીતે હાલ ટ્રેનમાં રિઝર્વેશન થઈ રહ્યું છે. ટિકિટ માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે તેનાથી કહી શકાય કે લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયા છે. સુરતથી ઉત્તર ભારત તરફ જનારી લાંબી રૂટની તમામ ટ્રેનોમાં ચાર મહિના પહેલાથી જ 100 થી વધુ વેટિંગ લિસ્ટમાં મળી રહ્યું છે.

છઠ્ઠપૂજા માટે ચાર મહિના પહેલા જ ટ્રેનની ટિકિટ બુક

શહેરમાં વસનારા ઉત્તર ભારતીય પરપ્રાંતીય લોકોએ આ વખતે ચાર મહિના પહેલાજ દિવાળી, લગ્નની સીઝન તેમજ ઉત્તર ભારતનો દિવાળી પછીનો મહત્વનો તહેવાર છઠપૂજા માટે ચાર મહિના પહેલા જ ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી છે. અલગ-અલગ જગ્યાએથી જતી ઉત્તર પ્રદેશ બાજુની ટ્રેનની સીટો પણ ફૂલ થઇ ચુકી છે. કારણકે આ પહેલા માર્ચ મહિનાથી જૂન મહિના સુધી દેશમાં કોરોનાનો કહેર ખૂબ જ હોવાના કારણે યુપી બિહારમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી માર્ચ મહિનાથી જૂન મહિના સુધી જે પણ લગ્નની તારીખ હતી તે તારીખો 6 મહિના સુધી લંબાવવામાં આવી છે. જેને લઇને શહેરના લાખો પરપ્રાંતીઓ ટ્રેનમાં સીટ ફૂલ ના થઈ જાય તે માટે પહેલાથી જ ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે. તેમાં પણ વેટીંગ જોવા મળી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે 4 મહિના પહેલા ટ્રેન ટિકિટ બુક

7 ટ્રેનોમાં 150થી વધુમાં વેઇટિંગ

સુરતથી લાખો પરપ્રાંતી લોકો ઉત્તર ભારત તરફ દિવાળી, છઠ્ઠ પૂજા તેમજ લગ્ન સિઝન હોવાને કારણે અત્યારથી ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે. જેથી વેટિંગમાં ન જવું પડે પરંતુ સુરતથી અથવા સુરત થઈને જતી ટ્રેનોમાં 150 થી વધુ વેઇટિંગ જોવામાં આવી રહ્યું છે. તેમાં અમુક ટ્રેનોમાં 150થી વધુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

  • સુરતથી અથવા સુરત થઈને જતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ
ટ્રેન નં ક્યાંથી ક્યાં જતી ટ્રેન કેટલું વેઈટિંગ લિસ્ટ
09051 વલસાડ થી મુજફરપુર 137
09483 અમદાવાદ થી બરૌની 188
09041 બાંદ્રા થી ગાજીપુર 188
09103 વડોદરા થી મહામાના 197
09063 ઉધના થી દાનાપુર 201
09147 સુરત થી ભાગલપુર 220
09045 સુરત થી છપરા 245

આ બધી ટ્રેનો અત્યારથી જ ફૂલ થઇ ગઇ છે. જેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે.

આ વખતે માર્ચથી લઇને જૂન સુધી 26થી વધુ લગ્નની તિથિઓ હતી. જેને લઇને મોટી સંખ્યામાં ટ્રેનનું બુકિંગ થયું હતું. દેશમાં કોરોના સંક્રમણ વધવાનેે કારણે કેટલાક રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. આથી લગ્નો રદ કરવામાં આવ્યા હતા. તેમજ લગ્નની તિથિ છ મહિના આગળ વધારવામાં આવી છે. જેથી હવે આ લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં હોવાના કારણે અત્યારથી જ પરપ્રાંતી લોકોએ પોતાના વતન જવા માટે ટિકિટ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે 4 મહિના પહેલા ટ્રેન ટિકિટ બુક

સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીના કોરોનાની ત્રીજી લહેરની શક્યતા

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી પછીનો છઠ્ઠનો તહેવાર અને લગ્નની તિથિ હોવાને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ પોતાના વતન તરફ જવા માટે ટ્રેનની બુકિંગ કરાવી રહ્યા છે. સ્પેશિયલ ટ્રેનો છે તેની પણ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહી છે. અત્યારથી જ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ જણાવે છે કે, લોકો મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છે. નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે, ત્રીજી લહેર સપ્ટેમ્બર થી લઈ નવેમ્બર સુધીમાં આવી શકે છે. ત્યારે લોકોનું આવાગમન ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપી શકે છે.

રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ સુવિધા પણ ઉપલબ્ધ

રેલવે વિભાગ દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન અમને આપવામાં આવે છે, તેનું અમે પાલન કરીએ છીએ. સંભવિત કોરોનાની ત્રીજી લહેર અંગે અત્યારથી કહી શકાય નહીં, પરંતુ અમે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. RT PCR ટેસ્ટ અંગે જે પણ ગાઇડલાઇન આપવામાં આવે છે, તેની પણ ચકાસણી કરાઈ છે. સાથોસાથ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. અમે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી હતી, આવનાર દિવસોમાં ટ્રેનોની વેઈટીંગ જોઈને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. 78 ટકા લોંગ રૂટની ટ્રેનો હાલ ચાલી રહી છે. રેલવે વિભાગના ફ્રન્ટલાઇન કર્મચારી અને અધિકારીઓ લગભગ 100 ટકા જેટલા વેક્સિનેટ થઇ ગયા છે. જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તે આશરે 70 ટકાથી વધુ વેક્સિનેટ છે. - સુમિત ઠાકુર ( મુખ્ય જનસંપર્ક અધિકારી, વેસ્ટન રેલવે)

Last Updated : Jul 29, 2021, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details