ગુજરાત

gujarat

એલએન્ડટીએ બનાવેલી 100મી ‘કે9 વજ્ર’ને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે લીલી ઝંડી આપી

By

Published : Feb 18, 2021, 9:22 PM IST

ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ એમ નરાવણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીએ આજે ગુજરાતમાં સુરત નજીક હઝિરામાં એલએન્ડટીના આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી 100મી કે9 વજ્ર 155 એમએમ/52 કેલિબર ટ્રેક્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝરને લીલી ઝંડી આપી હતી.

એલએન્ડટીએ બનાવેલી 100મી ‘કે9 વજ્ર’ને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે લીલી ઝંડી આપી
એલએન્ડટીએ બનાવેલી 100મી ‘કે9 વજ્ર’ને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે લીલી ઝંડી આપી

  • 100મી હોવિત્ઝરને લીલી ઝંડી આપી
  • રક્ષા પ્રધાન રાજનાથ સિંહે 51મી કે 9 વજ્રને નિર્ધારિત સમય અગાઉ લીલી ઝંડી આપી હતી
  • ભારતીય ખાનગી કંપનીને પ્રાપ્ત થયેલા સૌથી મોટા કોન્ટ્રાક્ટ અંતર્ગત ‘કે9 વજ્ર’નું ઉત્પાદન કર્યું હતુ

સુરત:ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ એમ નરાવણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીએ આજે ગુજરાતમાં સુરત નજીક હઝિરામાં એલએન્ડટીના આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી 100મી કે9 વજ્ર 155 એમએમ/52 કેલિબર ટ્રેક્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝરને લીલી ઝંડી આપી હતી.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે લીલી ઝંડી આપી હતી

100મી હોવિત્ઝરને લીલી ઝંડી આપવાની સાથે એલએન્ડટીએ મે, 2017માં એને સંરક્ષણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત તમામ હોવિત્ઝરની ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને કોમ્પ્લેક્સ પ્લેટફોર્મ્સને નિર્ધારિત સમય અગાઉ ડિલિવર કરવાનો એનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ પ્રોગ્રામ મેનેજમેન્ટ ક્ષમતા, જટિલ સિસ્ટમનું સંકલન કરવાની કુશળતાઓ તથા કંપનીની હાઈ-ટેક ઉત્પાદન ક્ષમતા અને અમલીકરણ કુશળતાનો પુરાવો છે. અગાઉ જાન્યુઆરી, 2020માં હઝિરાના એએસસીમાંથી આદરણીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે 51મી કે 9 વજ્રને નિર્ધારિત સમય અગાઉ લીલી ઝંડી આપી હતી.

આર્મી બેઝ વર્કશોપને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી પણ સંકળાયેલી

એલએન્ડટી ડિફેન્સે સંરક્ષણ મંત્રાલય પાસેથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ભારતીય ખાનગી કંપનીને પ્રાપ્ત થયેલા સૌથી મોટા કોન્ટ્રાક્ટ અંતર્ગત ‘કે9 વજ્ર’નું ઉત્પાદન કર્યું હતું. આ પ્રોગ્રામ માટે એલએન્ડટી મુખ્ય બિડર હતી, જેની ટેકનોલોજી પાર્ટનર સાઉથ કોરિયાની સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી હાન્વ્હા ડિફેન્સ હતી. જે વિશ્વમાં ટોપ રેટિંગ ધરાવતી હોવિત્ઝર ‘કે9 થંડર’ની ઓઇએમ છે. ‘કે9 વજ્ર’ હોવિત્ઝર પ્રોગ્રામમાં 100 હોવિત્ઝરની ડિલિવરી સંકળાયેલી હતી. જેની સાથે સ્પેર્સ, સિસ્ટમ ડોક્યુમેન્ટેશન અને તાલીમને આવરી લેતું સંલગ્ન એન્જિનીયરિંગ સપોર્ટ પેકેજ (ઇએસપી) સંકળાયેલું હતું. એમાં હોવિત્ઝર્સને ટેકો આપવા એની અસરકારક કામગીરીના સમયગાળામાં આર્મી બેઝ વર્કશોપને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (એમટીઓટી) પણ સંકળાયેલી છે.

આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ’ની સ્થાપના કરી

‘મેક-ઇન-ઇન્ડિયા’ મિશનના ભાગરૂપે કંપનીએ સુરત નજીક એલએન્ડટીના હઝિરા ઉત્પાદન સંકુલમાં ગ્રીન-ફિલ્ડ ઉત્પાદન કમ સંકલન અને પરીક્ષણ સુવિધા ‘આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ’ (એએસસી)ની સ્થાપના કરી હતી. એએસસી જાન્યુઆરી, 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કર્યું હતું.

ભારતની ભવિષ્યની ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસાવવા અને નિર્માણ કરવા સજ્જ

આ પ્રસંગે એલએન્ડટીના હોલ-ટાઇમ ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. પાટિલે કહ્યું હતું કે, “અમે ભારતીય સેના માટે આ હાઈ-ટેક વેપન સિસ્ટમની ડિલિવરીઓ પૂર્ણ કરવાના પ્રસંગે 100મી ‘કે 9 વજ્ર’ને લીલી ઝંડી આપવા આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ પર ચીફ ઓફ આર્મી સ્ટાફને આમંત્રણ આપ્યું હતું. જે અમારા માટે ગર્વની વાત છે. કે9 વજ્ર જેવા જટિલ પ્લેટફોર્મનું નિર્માણ ભારતીય અર્થતંત્રમાં પ્રદાન સમાન છે. જેની એકથી વધારે ક્ષેત્રોમાં અસર થઈ છે. જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થયું છે અને જેણે સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન માટે ભારતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. એલએન્ડટીનાં બહોળા અનુભવ, ટ્રેક-રેકોર્ડ, કુશળતાઓ, ક્ષમતાઓ અને માળખાગત સુવિધાઓ સાથે અમે ભારતની ભવિષ્યની ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસાવવા અને નિર્માણ કરવા સજ્જ છીએ.

13,000થી વધારે પ્રકારના ઘટકોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન સંકળાયેલું છે.

તેમણે ઉમેર્યું હતું કે, 100મી કે9 વજ્ર હોવિત્ઝરની ડિલિવરી સાથે અમે એના ક્લાસમાં ઓન્લી ઇન-સર્વિસ ઇક્વિપમેન્ટ, મોટો જમીન-આધારિત પ્રોગ્રામ નિર્ધારિત સમય અગાઉ પૂર્ણ કરીને ઉદ્યોગમાં માપદંડ સ્થાપિત કર્યો છે. અમને આશા છે અને અમારું માનવું છે કે, ભારત સરકારની આત્મનિર્ભર ભારતની નીતિઓ હેઠળ આ મહત્ત્વાકાંક્ષી કોન્ટ્રાક્ટનો અમલ કરવા આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ સ્વરૂપે રાષ્ટ્રીય અસ્કયામતોનું સર્જન કર્યું હતું, જે 1000થી વધારે એમએસએમઈ પાર્ટનર્સની પુરવઠાની સાંકળને સ્થાયી કામગીરી પ્રદાન કરશે.” કે9 વજ્ર’ સિસ્ટમ્સ 80 ટકાથી વધારે સ્વદેશી વર્ક પેકેજીસ સાથે અને પ્રોગ્રામ સ્તરે 50 ટકાથી વધારે સ્વદેશીકરણ (મૂલ્યની રીતે) સાથે પ્રદાન કરવામાં આવી છે. એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં પથરાયેલી પુરવઠાની સાંકળ દ્વારા સિસ્ટમદીઠ 13,000થી વધારે પ્રકારના ઘટકોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન સંકળાયેલું છે.

સ્વદેશી રીતે વિકસાવેલી અને ઉત્પાદિત સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી

એલએન્ડટીએ પ્રોગ્રામની શરૂઆતથી સ્વદેશીકરણની સફર શરૂ કરી છે. જે માટે કોરિયન ‘કે9 થંડર’માં 14 મહત્ત્વપૂર્ણ સિસ્ટમને સ્થાને વપરાશકર્તા મૂલ્યાંકન પરીક્ષણો માટે સ્થાપિત ટ્રાયલ ગન માટે સ્વદેશી રીતે વિકસાવેલી અને ઉત્પાદિત સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે. જેના પગલે ભારતીય વર્ઝન કે9 વજ્રનો જન્મ થયો છે. જે ભારતીય સ્થિતિસંજોગો અને જરૂરિયાતો માટે બનાવવામાં આવેલું બીસ્પોક સોલ્યુશન છે. આ સ્વદેશી રીતે વિકસાવેલી અને નિર્માણ કરેલી સિસ્ટમમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમ, ડાયરેક્ટ ફાયર સિસ્ટમ, એમ્યુનિકેશન હેન્ડલિંગ અને ઓટોલોડિંગ સિસ્ટમ તથા અન્ય પર્યાવરણીય નિયંત્રણ અને સલામતીની વ્યવસ્થાઓ જેવા મહત્ત્વપૂર્ણ પાસાં સામેલ છે

1000 સપ્લાય ચેઇન પાર્ટનર્સ માટે કેન્દ્રો તરીકે કામ કર્યું હતું.

એલએન્ડટીએ વજ્ર વેરિઅન્ટ મુશ્કેલ અને વિસ્તૃત ફિલ્ડ પરીક્ષણો દરમિયાન ભારતીય સેનાની જરૂરિયાતો સંપૂર્ણપણે પૂરી કરે એવી ચોક્કસ ખાસિયતો સાથે વિકસાવ્યું છે. એલએન્ડટીએ યુવાન એન્જિનીયરોની પ્રતિભાસંપન્ન ટીમને પ્રોત્સાહન આપીને મહત્તમ સ્વદેશી સામગ્રીઓનો ઉપયોગ કર્યો હતો તથા પોતાની ઇન-હાઉસ વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમની મદદ તેમજ સાઉથ કોરિયામાં હાન્વ્હા સુવિધામાં તાલીમ સાથે તેમને ઉત્પાદનમાં ઓટોમેશન અને સંકલનમાં નિષ્ણાત બનાવી છે. પછી આ ટીમે સપ્લાય ચેઇન પાર્ટનર્સ તેમજ એલએન્ડટીના પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમોને તાલીમ આપી હતી, જેણે હબ એન્ડ સ્પોક મોડલમાં આશરે 1000 સપ્લાય ચેઇન પાર્ટનર્સ માટે કેન્દ્રો તરીકે કામ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details