ગુજરાત

gujarat

VNSGUમાં છાત્રા યુવા સંઘ દ્વારા ટેબલેટ ના આપવા બાબતે વિરોધ કરવામાં આવ્યો

By

Published : Mar 17, 2021, 10:15 AM IST

સુરતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા ટેબલેટના વિદ્યાર્થીઓની પાસેથી યુનિવર્સિટી દ્વારા પૈસા લઈ લેવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. તેથી છાત્રા યુવા સંઘ દ્વારા યુનિવર્સિટીની મુખ્ય ઓફિસે તાળા લગાવ્યા છે.

છાત્ર યુવા સંઘ-સમિતિ
છાત્ર યુવા સંઘ-સમિતિ

  • વિદ્યાર્થીઓને ટેબલેટના પૈસા લઇ ટેબલેટ આપ્યા નથી
  • છાત્ર યુવા સંઘ દ્વારા યુનિવર્સિટીના ગેટને તાળું લગાવવામાં આવ્યું
  • પોલીસ દ્વારા છાત્ર યુવા સંઘના અગ્રણીઓની અટકાયત

સુરત :વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેબલેટના પૈસા વિદ્યાર્થીઓ પાસેથી લઇ લેવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ કે જે પૈસા લીધા તે પૈસા પણ આપવામાં આવ્યા નથી. આથી છાત્ર યુવા સંઘ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઓફિસના ગેટને સાંકળ જોડે તાળું લગાવામાં આવ્યું હતું. ત્યારબાદ 'હમ હમારા હક માંગતે' અને રામધૂન બોલાવીને યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો.

છાત્ર યુવા સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

આ પણ વાંચો : VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી

પોલીસ દ્વારા છાત્ર યુવા સંઘના લોકોની અટકાયત કરાઇ
છાત્રા યુવા સંઘ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઓફિસના મુખ્ય દરવાજાનેે તાળું મારીને ત્યાં નીચે બેસી 'હમારા હક્ક માંગીએ' અને રામધૂન સાથે યુનિવર્સિટીના કુલપતિનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. તે દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા છાત્રા યુવા સંઘ જોડે વાત કરી હતી કે, તમે દરવાજાને તાળું માર્યું છેે તે ખોલી દો અને તમારો વિરોધ ચાલુ રાખો. છાત્રા યુવા સંઘ દ્વારા ના પાડતા એમ કહેવામાં આવ્યું હતું કે, ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરી રહ્યા છીએ, તમારે અમારી અટકાયત કરવી હોય તો કરી શકો છો. પોલીસ દ્વારા છાત્રા યુવા સંઘના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : VNSGUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે


20,000 જેટલા ટેબલેટ આપવાના બાકી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, "આ ટેબલેટ ઉપરથી આવ્યું નથી, તો અમે કઈ રીતે વિદ્યાર્થીઓને આપીએ. વિદ્યાર્થીઓને 10,000 જેટલા ટેબલેટ આપવામાં આવ્યા છે. પરંતુ હજી 20,000 જેટલા ટેબલેટ આપવાના બાકી છે. આ અંગે મેં ઉપર વાત કરીએ ત્યારે મને એમ જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ટેબલેટ આવી ગયા છે. થોડા સમયમાં મોકલવામાં આવશે. પણ હજી આની માટે એકથી દોઢ મહિનાનો સમય લાગી શકે છે."

ABOUT THE AUTHOR

...view details