ગુજરાત

gujarat

veccination update: સુરત ગ્રામ્યમાં મંગળવારે 7,699 લોકોએ લીધી કોરાના રસી

By

Published : Jun 16, 2021, 1:09 PM IST

સુરત ગ્રામ્યમાં 15 જૂન મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા 7 હજાર 699 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી ઉપરના 5 હજાર 815 લોકોએ રસી લીધી હતી. તેમજ 60 વર્ષથી ઉપરના 364 લોકોએ રસી લીધી હતી.

સુરત ગ્રામ્યમાં મંગળવારે 7,699 લોકોએ લીધી કોરાના રસી
સુરત ગ્રામ્યમાં મંગળવારે 7,699 લોકોએ લીધી કોરાના રસી

  • સુરત ગ્રામ્યમાં યોજાયો હતો રસીકરણનો કેમ્પ
  • આરોગ્ય વિભાગ દ્વારા 18 થી વધુ વયના લોકોને અપાઈ રસી
  • સૌથી વધુ રસી ઓલપાડના લોકોએ લીધી

સુરતઃવૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરે દેશમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી લહેરમાં દવા અને ઓક્સિઝનની અછત સર્જાય હતી. તેમજ વેકસીનની પણ માંગ ઉઠી હતી ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 જૂન મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા 7 હજાર 699 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં 01 ફ્રન્ટલાઈન વર્કર્સોએ રસીનો પહેલો અને 07 એ રસીનો સેકેન્ડ ડોઝ લીધો હતો.

સુરત ગ્રામ્યમાં 18 વર્ષથી વધુના લોકોને અપાઈ રસી

સુરત ગ્રામ્યમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલા રસીકરણ કેમ્પ દ્વારા 18 થી 44 વર્ષના 5 હજાર 815 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમજ 45 થી 59 ઉંમરના 1 હજાર 15 લોકોએ રસીનો પહેલો અને 497 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 192 લોકોએ રસીનો પહેલો અને 172 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચોઃહિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ

સૌથી વધુ રસી ઓલપાડના લોકોએ લીધી

15 જૂન મંગળવારે ચોર્યાસી 1 હજાર 147, કામરેજ 1 હજાર 19, પલસાણા 909, ઓલપાડ 1 હજાર 232, બારડોલી 1 હજાર 156, માંડવી 588, માંગરોળ 734, ઉમરપાડા 243, મહુવાના 671 લોકોએ રસી લીધી હતી.

આ પણ વાંચોઃજૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા

ABOUT THE AUTHOR

...view details