ગુજરાત

gujarat

નાસ્તાના પૈસાના વિવાદમાં દુકાનદારને માર માર્યો

By

Published : Jan 30, 2020, 9:13 PM IST

સુરતના ગોડાદરા વિસ્તારમાં નજીવી બાબતે અસામાજિક તત્વોએ દુકાનદારને માર માર્યો છે. આતંકની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં ચાઈનીઝ ફાસ્ટફૂડની લારી ધરાવતા ભાર્ગવ ચૌધરીને ત્રણ-ચાર લોકોએ માર માર્યો હતો. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માગતા થયેલા વિવાદમાં અસામાજિક તત્વોએ દુકાનદારને ઢોર માર માર્યો હતો અને તોડફોડ કરી હતી.

Surat
સુરત બબાલ

સુરત: ગત 26 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ કેટલાક અસામાજીક તત્વો ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેડમાં ચાઈનીઝ ફાસ્ટફૂડની લારી પર નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તો કર્યા બાદ દુકાનદારે તેમની પાસે પૈસા માગ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ દુકાનદારને અપશબ્દો કહ્યા હતાં અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

નાસ્તાના પૈસા બાબતે થયેલા વિવાદમાં અસામાજિક તત્વોએ દુકાનદારને માર માર્યો

ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત દુકાનદાર ભાર્ગવ ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.

Intro:સુરત : ગોડાદરા વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંકના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શ્રીજી આરકેટ માં ચાઇનીઝની લારી ચલાવનાર ભાર્ગવ ચૌધરીને ત્રણ થી ચાર લોકોએ ઢોર માર માર્યો હતો. ચાઈનીઝ નાસ્તા કર્યા બાદ પૈસા નહીં આપવા બાબતે થયેલા વિવાદમાં અસામાજિક તત્વોએ દુકાનદારને બેરહેમીપૂર્વક માર માર્યો હતો.


Body:28 જાન્યુઆરીના રોજ આશરે રાત્રે ૧૧ વાગ્યે કેટલાક અસામાજીક તત્વો સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રીજી આરકેટ માં ચાઇનીઝની લારી પર જમવા આવ્યા હતા, ચાઈનીઝ ખાઈ તેઓ જઈ રહ્યા હતા તે દરમિયાન દુકાનદારે તેમની પાસે પૈસાની માગણી કરી હતી, જેથી ઉશ્કેરાયેલા લોકોએ દુકાનદાર સાથે અશબ્દો બોલવા લાગ્યા હતાં, અને ત્યારબાદ તેને ઢોર માર મારવા પણ લાગ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.. ઇજાગ્રસ્ત દુકાનદાર ભાર્ગવ ચૌધરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર બાદ તેને કિરણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.. હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. Conclusion:સમગ્ર ઘટનાને પગલે પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે, કારણ કે લિંબાયત વિસ્તારમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details